તુળજા ભવાની મંદિરના દાગીનામાં ગેરરીતિ મુદ્દે હવે આ નિર્ણય લેવાયો
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના તુળજાપુરના જાણીતા તુળજા ભવાની મંદિરમાં માતાજીના દાગીનામાં ગેરરીતિ કરવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ મામલે હવે તપાસ કરવા માટે કમિટીની સ્થાપના કરવામાં આવી હોવાનું એક અધિકારીએ જણાવ્યુ હતું.
મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવેલા ઓડિટમાં મંદિર પાસે ૨૦૭ કિલો સોનું અને ૧,૨૮૦ કિલો ચાંદી હોવાની વાત જાણવા મળી હતી, પણ આ રિપોર્ટમાં પણ ગેરરીતિ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
માતાજીના મંદિરમાં દાગીનામાં ગેરરીતિ શોધી તેની સામે કાર્યવાહી કરવા માટે આગામી ત્રણથી ચાર દિવસોમાં કમિટી દ્વારા નિર્ણય આપવામાં આવશે. ઉપરાંત, મંદિરને ભેટ આપવામાં આવેલા દરેક દાગીનાની ગણતરી કરવામાં આવી હતી, જેમાં અમુક ઘરેણાંમાં ફેરફાર થયો હોવાનું જાણવા મળ્યું છે.
દાગીનામાં કઈ રીતે ગેરરીતિ કરવામાં આવી છે અને દાગીનાની દરેક માહિતી અહેવાલમાં આપવામાં આવશે ત્યાર બાદ કોઈ નિર્ણય લેવામાં આવશે. મંદિર પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું હતું કે દરવર્ષે મંદિરને મળેલા દાન તે રોકડ રકમ હોય કે સોનાચાંદીના દાગીનાનું ઓડિટ કરવામાં આવે છે. દાનમાં મળેલા નાણા-દાગીનાની ગેરરીતિ થયા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, એવું એક અધિકારીએ જણાવ્યુ હતું.