આમચી મુંબઈ

દિશા સાલિયાન કેસમાં આદિત્ય ઠાકરેની મૂશ્કેલી વધશે: SIT દ્વારા હાથ ધરાશે તપાસ

મુંબઇ: દિશા સાલિયાનના મૃત્યુના કેસમાં શિંદે સરકારે SIT દ્વારા તપાસ થાય તેવી તજવીજ હાથ ધરી છે. જેમાં આદિત્ય ઠાકરેની SIT દ્વારા તપાસ કરવામાં આવશે. એડિશનલ પોલીસ કમીશનરના નેતૃત્વમાં SIT કામ કરશે. દિશા સાલિયાનના કેસમાં આદિત્ય ઠાકરેની તપાસ થાય તે અંગેની માંગણી વારંવાર કરવામાં આવી રહી છે.

આ માંગણીના આધારે રાજ્યના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપૂરના પાછલા શિયાળું સત્રમાં આ મુદ્દે SIT દ્વારા તપાસ નો આદેશ આપ્યો હતો. ત્યારે હવે આ બાબતે આદિત્ય ઠાકરેની મૂશ્કેલીઓ વધે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. દિશા સાલિયાનના મૃત્યુના કેસમાં વિરોધિઓએ આદિત્ય ઠાકરે પર ગંભીર આક્ષેપો કર્યા હતાં.

ઉપરાંત આ અંગે સઘન તપાસની માંગણી પણ કરી હતી. દિશા સાલિયાનનું મૃત્યુ થયું એ વખતે આદિત્ય ઠાકરે આખરે ક્યાં હતાં? એવો પ્રશ્ન વારંવાર પૂછવામાં આવી રહ્યો છે. ત્યારે હવે આદિત્ય ઠાકરેની મૂશ્કેલીઓ વધે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. SIT ની આ તપાસમાં અનેક પુરાવા સામે આવે તેવી શક્યતાઓ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

મુંબઇ હાઇકોર્ટમાં આદિત્ય ઠાકરેના વિરોધમાં અરજી કરવામાં આવી છે. સુશાંતસિંહ રાજપૂત અને દિશા સાલિયાનના મૃત્યુ અંગે આદિત્ય ઠાકરેની અટક કરી તેની સઘન તપાસ થવી જોઇએ તેવી માંગણી કરતી અરજી રાશિદ ખાન પઠાણે કરી છે. આદિત્ય ઠાકરેના વકીલે આ કેસમાં કેવિએટ દાખલ કરી છે. કોર્ટ કોઇ પણ નિર્ણય આપે તે પહેલાં આદિત્ય ઠાકરેનો પક્ષ સાંભળી લેવાની વિનંતી આ કેવીએટમાં કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button