આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ઠંડીનું મોજું: 11 શહેરોમાં 20 ડિગ્રી સેલ્સિયસથી ઓછું તાપમાન નોંધાયું, નલિયા ઠંડુગાર

ગાંધીનગર: ડિસેમ્બર મહિનો શરુ થઇ ગયો છે ત્યારે હવે ઠંડીનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે, ઉત્તરભારતના પહાડી રાજ્યોમાં થયેલી હિમવર્ષાને કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બુધવારે રાજ્યના 11 શહેરોમાં તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચું નોંધાયું હતું. જેમાં કચ્છ જીલ્લાના નલિયામાં શિયાળાની સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. નલિયામાં લઘુતમ તાપમાન 9.8 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું, માત્ર બે દિવસમાં 4.6 ડિગ્રી તાપમાન ગગડ્યું હતું.

હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ બુધવારે અમદાવાદમાં શહેરમાં લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી સેલ્સિયસનોંધાયું હતું. જે સામાન્ય કરતા ત્રણ ડિગ્રી વધુ નોંધાયું હતું. હવામાન વિભાગે આપેલા આંકડાઓ મુજબ ડીસામાં 14.6 ડિગ્રી, ભુજમાં 15 ડિગ્રી, ગાંધીનગરમાં 16 ડિગ્રી, રાજકોટમાં 16.6 ડિગ્રી, અમરેલીમાં 17.8 ડિગ્રી, દ્વારકામાં 18.4 ડિગ્રી, પોરબંદરમાં 18.6, વડોદરામાં 18, અને ભાવનગરમાં 19.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.


ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણામાં ઠંડા પવનો સાથે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. તે જ સમયે, હવામાન વિભાગે મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશમાં આજે 7 ડિસેમ્બરે વરસાદની આગાહી કરી છે. વરસાદ બાદ આ રાજ્યોના લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો નોંધાઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button