લાડકી

બ્લેક કુર્તા-પ્રોબ્લેમ સોલ્વ

ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર

સ્ત્રીઓના વોર્ડરોબમાં એવી ઘણી કોમન વસ્તુઓ હોય છે જે બધાજ પાસે હોય. એમાંનો એક બ્લેક કુર્તો જે ઘણા પર્પઝ સોલ્વ કરી શકે . એક બ્લેક કુર્તાને ઘણી બધી રીતે પહેરી શકાય. તમારી હાઈટ અને શરીરને અનુરૂપ કની લેન્થ કે પછી ૪૬” કે ૪૮” લેન્થનો કુર્તો હોવો જ જોઈએ. બ્લેક કુર્તાને અલગ અલગ બોટમ સાથે પહેરી અલગ અલગ લુક આપી શકાય.તમારી એજને અનુરૂપ તમે બોટમની પસંદગી કરી શકો.બોટમ એટલે કુર્તાની સાથે પહેરવામાં આવતું વસ્ત્ર જેમ કે સલવાર , ચુડીદાર/લેગિંગ,પ્લાઝો કે ડેનિમ.

સલવાર – સલવાર એ સ્ત્રીઓનું સૌથી કમ્ફર્ટેબલ વસ્ત્ર છે જે તેઓ રેગ્યુલરલી ઘરમાં પહેરવાનું પ્રિફર કરે છે.મોટા ભાગની સ્ત્રીઓ હજી સલવાર પહેરે છે.બ્લેક સલવાર સાથે બ્લેક કુર્તો એ એક રેગ્યુલર લુક છે.ભલે તમે ઘરમાં બ્લેક કુર્તા સાથે બ્લેક સલવાર પહેર્યું હોય પરંતુ તમને જો અચાનક બહાર જવાનું થાય તો કપડાં બદલવાની જરૂર નથી.આ બ્લેક એન્ડ બ્લેક કોમ્બિનેશન સાથે કોઈ પણ કલરનો બાંધણીનો દુપટ્ટો અથવા કલમકારીનો દુપટ્ટો પહેરી એક રેડી-ટુ-ગો લુક ક્રિએટ કરી શકાય.બ્લેક કુર્તાને બ્લેક સેમી પટિયાલા કે બ્લેક પટિયાલા સાથે પણ પહેરી શકાય.અને તેની સાથે બ્લેક દુપટ્ટો એક અલગ જ લુક આપશે.બ્લેક કુર્તો જો પટિયાલા સાથે જ પહેરવો હોય તો મલ્ટી કલર પટિયાલા સાથે પેહરી શકાય.અને આ લુક સાથે પગમાં મોજડી એક કમ્પ્લીટ લુક આપી શકે.

ડેનિમ – ડેનિમ સાથે બ્લેક કુર્તો એ ખૂબ જ સ્માર્ટ કોમ્બિનેશન છે.આ લુક ખાસ કરીને યન્ગ યુવતીઓ વધારે પ્રિફર કરે છે.જયારે તમે ડેનિમ સાથે બ્લેક કલરનો કુર્તો પહેરો છો ત્યારે તમને દુપટ્ટાની જરૂર પડતી નથી. બ્લેક કલરનો કુર્તો ભલે સિમ્પલ હોય પરંતુ જયારે બ્લેક કલરના કુર્તાને ડેનિમ સાથે પહેરવામાં આવે છે ત્યારે તેને એક આગવો લુક મળે છે .તે કુર્તો સિમ્પલ ન લાગતા સેક સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની જાય છે. આ લુક સાથે ગળામાં કલરફુલ બીડ્સ,મેસી બન અથવા સ્ટ્રેટ હેર અને પગમાં કલરફુલ મોજડી પહેરી એક ટ્રેન્ડી લુક ક્રિએટ કરી શકાય. જો તમને ફેશનની સૂઝ હોય તો ડેનિમને એન્કલ લેન્થનું ફોલ્ડ કરી તેની સાથે બ્લેક કુર્તો પણ પહેરી શકાય . કુર્તાની લેન્થ પર આધાર રાખે છે કે કુર્તાને કઈ રીતે સારો લુક આપી શકાય .

ચુડીદાર / લેગિંગ – સૌ પ્રથમ જોવું કે કુર્તાની લેન્થ કેટલી છે.લેગિંગમાં પણ ઘણી બધી વેરાઈટી આવે છે.એન્કલ લેન્થ,ચૂડી સ્ટાઇલ,ટ્રાન્સપરેન્ટ ટીલ કની વગેરે.બ્લેક લેગિંગ સાથે તમે જો બ્લેક કુર્તો પહેરવા માંગતા હોવ તો દુપટ્ટાને સ્કાર્ફની જેમ ગળામાં રાખવો જેથી કરી સ્માર્ટ લુક આવશે અને ટિપિકલ નહીં લગાય. તમારી હાઈટ મુજબ પગમાં હિલ્સ અથવા ફ્લેટ્સ કોલ્હાપુરી ચપ્પલ પહેરી શકાય.જો તમે લાંબા પાતળા હોવ તો દુપટ્ટાને બદલે તમે જેકેટ પણ પહેરી શકો.બ્લેક લેગિંગ અને બ્લેક કુર્તા સાથે કોઈ પણ કલરનું જેકેટ સારું લાગી શકે.જેકેટની લેન્થ તમારા બોડી ટાઈપ અને હાઈટને અનુરૂપ કરવી.બધીજ વયની સ્ત્રી બ્લેક કુર્તા સાથે બ્લેક લેગિંગ પેહરી શકે ડેનિમ – ડેનિમ સાથે બ્લેક કુર્તો એ ખૂબ જ સ્માર્ટ કોમ્બિનેશન છે. આ લુક ખાસ કરીને યન્ગ યુવતીઓ વધારે પ્રિફર કરે છે. જયારે તમે ડેનિમ સાથે બ્લેક કલરનો કુર્તો પહેરો છો ત્યારે તમને દુપટ્ટાની જરૂર પડતી નથી. બ્લેક કલરનો કુર્તો ભલે સિમ્પલ હોય પરંતુ જયારે બ્લેક કલરના કુર્તાને ડેનિમ સાથે પહેરવામાં આવે છે ત્યારે તેને એક આગવો લુક મળે છે . તે કુર્તો સિમ્પલ ન લાગતા સેક સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની જાય છે. આ લુક સાથે ગળામાં કલરફુલ બીડ્સ, મેસી બન અથવા સ્ટ્રેટ હેર અને પગમાં કલરફુલ મોજડી પહેરી એક ટ્રેન્ડી લુક ક્રિએટ કરી શકાય. જો તમને ફેશનની સૂઝ હોય તો ડેનિમને એન્કલ લેન્થનું ફોલ્ડ કરી તેની સાથે બ્લેક કુર્તો પણ પહેરી શકાય. કુર્તાની લેન્થ પર આધાર રાખે છે કે કુંતાને કઈ રીતે સારો લુક આપી શકાય.

પ્લાઝો બ્લેક કુર્તો કોઈ પણ કલરના પ્લાઝો સાથે સારો લાગી શકે.જો તમને ઈમ્પ્રેસીવ લુક આપવું હોય તો,બ્લેક કલરના કુર્તાને બ્લેક અથવા બેજ કલરના પ્લાઝો સાથે પહેરી શકાય. ખાસ ધ્યાન રાખવું કે પ્લાઝો એન્કલ લેન્થ સુધી હોય.એન્કલ લેન્થનો પ્લાઝો હોય તો પગમાં ખાસ કરીને ફ્લેટ્સ ચપ્પલ પહેરવા. જો તમને બ્લેક કલરનો કુર્તો પ્લાઝો સાથે પહેરવો હોય તો , તેની સાથે તમે તમારી ફેશન સૂઝ મુજબ ઘણું બધું મિક્સ એન્ડ મેચ કરી શકો. જેમકે કલમકારી કે અજરખનો દુપટ્ટો પહેરી શકાય. જો તમે બ્લેક કુર્તો બેજ કલરના પ્લાઝો સાથે પહેરવાના હોવ તો તેની સાથે મરૂન કલરનો દુપટ્ટો પહેરી શકાય. દુપટ્ટો ન પહેરવો હોય તો કલરફુલ સ્કાર્ફ પેહરી શકાય. આ લુક કોર્પોરેટ કમ્પનીઓમાં કામ કરતી યુવતીઓ ફ્રાયડેના દિવસે એક કેઝ્યુઅલ લુક તરીકે પહેરી શકે .

  • બ્લેક કુર્તાના લેન્થની પસંદગી તમારા બોડી ટાઈપ અને હાઈટ વાઇસ કરી શકો.
  • બ્લેક કુર્તા સાથે બોટમમાં પહેરવાના ઓપશન ઘણા છે, પરંતુ તેનું સિલેકશન એક આગવી સૂઝ માંગી લે છે .
  • બ્લેક કુર્તો પહેરવાથી થોડા પાતળા લાગવાનો આભાસ થાય છે .
  • બ્લેક કુર્તો બધી જ વયની સ્ત્રીને સારો લાગે છે .
  • બ્લેક કુર્તાને ધોઈને ઊંધો કરી સૂકાવવો જેથી કરી તે તડકામાં સુકાઈને તેનો કલર લાઈટ થતો નથી .

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button