અમેરિકન પોપસ્ટાર ટેલર સ્વિફ્ટને મળ્યું આ સન્માન, જાણો શું છે?

ન્યૂ યોર્કઃ હોલીવુડની જાણીતી પોપસ્ટાર ટેલર સ્વિફ્ટને આ વર્ષની સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ તરીકેની યાદીમાં સમાવેશ કર્યો છે. સ્વિફ્ટને નવ ફાઈનાલિસ્ટના એક જૂથે પસંદ કરી હતી, જેમાં બાર્બી, કિંગ ચાર્લ્સ ત્રણ અને ઓપનએચઆઈના મુખ્ય કાર્યકારી સૈમ ઓલ્ટમેન સહિત અન્યનો સમાવેશ થયો હતો. ટાઈમ મેગેઝિન તરફથી પર્સન ઓફ ધ યર તરીકે નામાંકિત કરવામાં આવી છે. પોપસ્ટારને મેગેઝિનના કવરપેજ પર લખ્યું છે પોપસ્ટાર ઓફ ધ યર 2023.
ટાઈમ મેગેઝિનના એડિટર-ઈન-ચીફ સેમ જેકોબ્સે એક નિવેદનમાં લખ્યું છે ટેલર સ્વિફ્ટને સીમાઓ પાર કરવાનો અને પ્રકાશનો સ્ત્રોત બનવાનો માર્ગ મળ્યો છે. સ્વિફ્ટ એ દુર્લભ વ્યક્તિ છે, જે પોતાની વાર્તાની લેખિકા અને હીરો બંને છે. સ્વિફ્ટે વર્ષ 2023માં જે હાંસલ કર્યું છે, તેમાંથી મોટા ભાગની કલ્પના બહારનું છે.
આ વર્ષની શરૂઆતમાં ટેલર સ્વિફ્ટની “ધ એરા’સ ટૂર” એ 92.8 મિલિયન ડોલરનું ઓપનિંગ થયું હતું. થિયેટર ઓપરેટર AMCએ જણાવ્યું હતું કે આ ફિલ્મની એડવાન્સ ટિકિટનું વેચાણ વિશ્વભરમાં 100 મિલિયન ડોલરને પાર કરી હતી, તેનાથી આ ફિલ્મ ઇતિહાસમાં સૌથી વધુ વેચાતી ફીચર-લેન્થ કોન્સર્ટ ફિલ્મ બની ગઈ હતી.
અહીં તમારી જાણ ખાતર જણાવી દઈએ કે 2022માં પર્સન ઓફ ધ યર તરીકે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોડિમિર જેલેન્સ્કીની પસંદગી કરવામાં આવી હતી.