સ્પોર્ટસ
જૂનિયર મહિલા હૉકી વર્લ્ડ કપમાં ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં ન્યૂ ઝીલેન્ડને હરાવ્યું
સેન્ટિયાગો (ચિલી): ભારતે મંગળવારે અહીં જૂનિયર મહિલા હૉકી વર્લ્ડ કપમાં નવમાથી 16મા સ્થાન માટે ક્લાસીફિકેશન મેચમાં પેનલ્ટી શૂટ-આઉટમાં ન્યૂ ઝીલેન્ડને હરાવ્યું હતું. નિર્ધારિત સમય બાદ બંને ટીમો 3-3ની બરાબરી પર હતી.
ભારત તરફથી રોપની કુમાર (8મી મિનિટ), જ્યોતિ છેત્રી (17મી મિનિટ) અને સુનિલિતા ટોપ્પોએ (53મી મિનિટ) નિયમિત 60 મિનિટની રમત દરમિયાન ગોલ કર્યા હતા.
ન્યૂ ઝીલેન્ડ તરફથી ઇસાબેલા સ્ટોરી (11મી મિનિટ), મેડલાઇન હેરિસ (14મી મિનિટ) અને રિયાના ફો (49મી મિનિટ) એ ગોલ કર્યા હતા.
પેનલ્ટી શૂટ આઉટમાં ભારતનો 3-2થી વિજય થયો હતો. ભારત તરફથી સાક્ષી રાણા અને પ્રીતિએ ગોલ કર્યા હતા, જ્યારે મુમતાઝ ખાને સડન ડેથમાં ગોલ કર્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી પેનલ્ટી શૂટ આઉટમાં હના કોટર અને રિયાના ફોએ ગોલ કર્યા હતા.