સ્પોર્ટસ

બોલો, ન્યૂ ઝીલેન્ડ સામેની મેચમાં બાંગ્લાદેશનો બેટ્સમેન થયો વિચિત્ર રીતે આઉટ

મિરપુરઃ બાંગ્લાદેશના મીરપુરમાં બાંગ્લાદેશ અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ શરૂ થઇ હતી. બીજી ટેસ્ટના પ્રથમ દિવસે બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહીમે વિચિત્ર રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.

વાસ્તવમાં ટેસ્ટ ક્રિકેટમાં મુશફિકુર રહીમ પ્રથમ બાંગ્લાદેશી ખેલાડી બની ગયો છે જે શોટ માર્યા બાદ અને હાથ વડે બોલને રોક્યા બાદ આઉટ થયો હતો. મુશફિકુર રહીમ 83 બોલમાં 35 રન કરીને બેટિંગ કરી રહ્યો હતો. ત્યારે મેચની 41મી ઓવરમાં કાઇલ જેમિસનનો એક બોલ મુશફિકુર રહીમે ડિફેન્સ કર્યો હતો.

જોકે શોર્ટ ફટકાર્યા બાદ બોલ સ્ટમ્પ તરફ જઇ રહ્યો હતો ત્યારે મુશફિકુરે બોલને બેટ વડે રોકવાના બદલે હાથથી રોકવાનો પ્રયાસ કર્યો હતો જે ક્રિકેટના નિયમો હેઠળ ખોટું છે.

આ કારણે ન્યૂ ઝીલેન્ડના ફિલ્ડરોએ તરત જ અમ્પાયરોને આઉટ માટે અપીલ કરી અને અમ્પાયરે તેમને બોલ હેન્ડલિંગના નિયમ હેઠળ આઉટ જાહેર કર્યો હતો. મુશફિકુર રહીમ બાંગ્લાદેશના ટેસ્ટ ઈતિહાસમાં આ રીતે આઉટ થનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button