સલમાનને થઈ કોની ઈર્ષ્યા? ખુદ કરી જાહેરમાં કબૂલાત…
બોલીવૂડના ભાઈજાન સલમાન ખાનની ઈર્ષ્યા કરનારાઓની કમી નથી, પણ ત્યારે શું થાય જ્યારે ખુદ સલમાન ખાનને કોઈની ઈર્ષ્યા થાય? સવાલ સાંભળીને જ થાય ને કે ભાઈજાનને શા માટે કોઈની ઈર્ષ્યા થાય? પણ ભાઈ આવું અમે નહીં પણ ખુદ ભાઈજાને કહ્યું છે અને તેણે ખુદ આ વાતની કબૂલાત કરી છે કે તેને પણ કોઈનાથી ઈર્ષ્યા થાય છે. આવો જોઈએ કોણ છે એ વ્યક્તિ…
સલમાન ખાન હાલમાં જ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં ચાલી રહેલાં કોલકતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા પહોંચ્યો હતો અને આ સમયે મમતા બેનર્જીએ તેની સાથે લગાવેલા ઠુમકાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. હવે આ જ ફંક્શનનો એક બીજો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં સલમાન ખાન તેને મમતા બેનર્જીની ઈર્ષ્યા થઈ રહી હોવાની કબૂલાત કરતો જોવા મળી રહ્યો છે. આવો જોઈએ કે આખરે કઈ વાતે સલમાનને મમતા દીદીથી જલન થાય છે?
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ખુદ સલમાન ખાનનું સ્વાગત કર્યું હતું અને આ દરમિયાન મમતા બેનર્જી સાથે સ્ટેજ શેર કરી રહેલાં સલમાને તેમના ભરપેટ વખાણ કર્યા. એટલું જ નહીં તેમણે સીએમ મમતાની સાદગીનો ઉલ્લેખ પણ પોતાના ખાસ અંદાજમાં કર્યો હતો.
સલમાન વીડિયોમાં એવું કહેતો સાંભળવા મળે છે કે દીદી સાચે જ મને તમારી ઈર્ષ્યા થઈ રહી છે, કારણ કે તમારું ઘર મારા ઘરથી પણ નાનું છું. મને નથી ખબર પડતી કે મારે આ વાત પર ખુશ થવું જોઈએ કે દુઃખી થવું જોઈએ. સલમાન આગળ એવું પણ કહેતો સાંભળવા મળે છે કે આ પોઝિશન પર કઈ રીતે કોઈનું ઘર મારાથી નાનું હોઈ શકે? આ જ એ દેખાડે છે છે કે તે કેટલાક સિમ્પલ છે. આપણે કંઈ વધુ કહેવાની જરૂર જ નથી.
સલમાને આ ફેસ્ટિવલ દરમિયાન પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને ખાસ ગિફ્ટ પણ આપી હતી. તેણે મમતા દીદીને ભેટમાં તેણે જાતે બનાવેલી પેઈન્ટિંગ આપી હતી.