નેશનલ

ફરી આ પક્ષના નેતાએ કર્યો બફાટ સનાતન બાદ ગાય પર ટીપ્પણી….

નવી દિલ્હી: ઘણીવાર નેતાઓ બફાટ કરતા હોય છે. અને જાહેર જગ્યાએ પણ ગમે તેવા શબ્દો બોલતા હોય છે. અગાઉ પણ ઉધયનિધિ સ્ટાલિને સનાતનને ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીઓ સાથે સરખાવ્યો હતો હવે તેમની પાર્ટી ડીએમકેના સાંસદ ડીએનવી સેંથિલકુમાર એસએ ભાજપ પર હુમલો કરવા માટે લોકસભામાં ગાયને લગતી વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. જો કે હંગામો અને વિરોધ બાદ સેંથિલ કુમારના નિવેદનના વિવાદાસ્પદ ભાગને સંસદની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવ્યો હતો.

હિન્દીભાષી રાજ્યોને ગૌમૂત્રનો પટ્ટો કહેનારા ડીએમકેના સાંસદ એસ.સેંથિલ કુમારે બુધવારે ગૃહમાં માફી માંગી અને પોતાના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ ભારે હોબાળો થયો અને ભાજપના સાંસદોએ ડીએમકે સાંસદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. સેંથિલે ત્રણ હિન્દીભાષી રાજ્યોમાં ભાજપની જીતના ઉલ્લેખ પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે ગૌમૂત્રવાળા રાજ્યોમાં તેની જીત થઈ છે. ભાજપે આ મુદ્દે કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા. ભાજપે કહ્યું હતું કે આ ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ અને દેશનું અપમાન છે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે દેશ અને સનાતન વિરુદ્ધની ટીપ્પણી ગણાવી હતી. ત્યારે એસ.સેંથિલ કુમારે માફી માંગ્યા બાદ જ લોકસભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

પાછળથી સેંથિલકુમારે પોતાના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે જો મારા નિવેદનથી અજાણતા કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો કૃપા કરીને મને માફ કરો. મને તેનો અફસોસ છે. ગઈકાલે મેજે નિવેદન આપ્યું હતું તે અજાણતા બોલાઇ ગયું હતું. મારે નિવેદનથી સંસદના સભ્યો અને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી હોય, તો હું તેને પાછું લઉં છું. હું તે શબ્દોને કાઢી નાખવાની વિનંતી કરું છું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button