જો શરીરમાં લોહીની ઉણપ હોય તો ગોળ સાથે ખાઓ આ વસ્તુ…
શિયાળાની શરૂઆત તઇ ગઇ છે ત્યારે વર્ષોથી લોકો શિયાળાની ઋતુમાં ગરમ ખોરાક ખાતા આવ્યા છે જેના કારણએ આખું વર્ષ આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ જળવાઇ રહે. ઘણા લોકો શિયાળમાં વસાણા અને પાક બનાવીને ખાતા હોય છે. જેમાં મેથી પાક, ગુંદર પાક, બદામ પાક, આદુ પાક આ તો એવાજ ખોરાકની વાત કરીએ છીએ જે અમુક જ લોકો પોતાના ઘરે બનાવતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ગોળ એ એવો શક્તિવર્ધક ખોરાક છે જે તમે રોજના ખોરાકમાં લઇ શકો છો અને ગોળ ખાવાથી શરીરમાં પોષક તત્વો અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ ઉપરાંત તેમાં આયર્નની માત્રા વધુ હોવાના કારણે શરીરમાં લોહીની ઉણપ પણ વર્તાતી નથી. તેથી જ લોકો ગોળને પોતાના આહારમાં ચોક્કસપણે સામેલ કરવો જોઇએ છે. મોટાભાગના લોકો તેને ચણા સાથે ખાય છે, પરંતુ જો તમે તેને શિયાળામાં તલ સાથે ખાશો તો તમને ચાર ગણો ફાયદો થાય છે. જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય તેમણેતો ગોળનું સેવન કરવું જોઈએ. તો ચાલો આજે તમને ગોળ અને તલ બંનેમાં મળતા પોષક તત્વો અને ફાયદાઓ વિશે તમને થોડું ક જણાવું.
ગોળમાં કુદરતી રીતે જ કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન અને આયર્ન અને થોડી માત્રામાં ઝીંક અને કોપર હોય છે. વિટામિન્સમાં ફોલિક એસિડ અને બીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ગોળમાં કેટલાક જટિલ વિટામિન્સ પણ હોય છે.
તલમાં પણ કુદરતી રીતે જ કોપર, મેંગેનીઝ અને કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન, ઝિંક, મોલીબ્ડેનમ, વિટામીન B1, સેલેનિયમ અને ડાયેટરી ફાઈબર જેવા આવશ્યક પોષક તત્વો જોવા મળે છે.
આથી આ બંને ફૂડ્સ બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં ઘણી મદદ કરે છે. તમારા હાડકાને પણ મજબૂત બનાવે છે. આ ઉપરાંત તે તમારી ત્વચાને સુધારવામાં પણ મદદ કરે છે. જો તમે દરરોજ ગોળ અને તલથી બનેલા લાડુ ખાઓ છો તો શિયાળામાં તે ખૂબ જ ફાયદાકારક રહેશે. તેનાથી શરીરમાં ગરમી પણ જળવાઈ રહે છે જે શરીરને વાઇરલ ઇન્ફેક્શનથી બચાવે છે. આ ઉપરાતં ગોળ અને તલ ખાવાથી મેટાબોલિઝમ પણ મજબૂત રહે છે. જે પેટ માટે ઘણું સારું છે. આ ઉપરાતં તે શરદીથી પણ રક્ષણ આપે છે કારણ કે તે બંને ગરમ પ્રકૃતિ ધરાવે છે. તેમજ તલ તમારા શરીરને એલર્જીથી પણ બચાવે છે. તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારું છે. આ ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે. તો આજથી જ તમારા આહારમાં તલ અને ગોળનો ઉમેરો કરી દો અને હંમેશા સ્વસ્થ રહો.