સ્પોર્ટસ

ઈજાગ્રસ્ત હોવા છતાં મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ રમ્યો હતો! દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા ખુલાસો

હાલમાં જ ભારતમાં આયોજિત ODI વર્લ્ડ 2023માં મોહમ્મદ શમી સૌથી વધુ ચર્ચામાં રેહવા વાળો ખેલાડી હતો. શમી વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો હતો. પરંતુ હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે શમીને પગની ઘૂંટીમાં દુખાવો હોવા છતાં વર્લ્ડ કપ રમ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ શમી દુખવા સાથે વર્લ્ડ કપ રમી રહ્યો હતો, જેના કારણે આગામી દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે તેની ફિટનેસ અંગે સવાલ ઉઠી રહ્યા છે.

ક્રિકેટ અંગે અપડેટ્સ આપતી એક વેબસાઈટના અહેવાલ મુજબ, વર્લ્ડ કપ દરમિયાન શમીના પગની ઘૂંટીમાં દુખાવો હતો. ટૂર્નામેન્ટ બાદ શમીએ આરામ લીધો હતો અને તેણે ઓસ્ટ્રેલિયા સામે ટી20 સિરીઝ પણ રમી ન હતી. આ પછી, દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે BCCIએ ત્રણેય ફોર્મેટ માટેની ભારતીય ટીમની જાહેરાત કરી, જેમાં શમીને T20 અને ODI ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે, તે ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં છે. જો કે, ટીમની જાહેરાત કરતી વખતે બોર્ડે માહિતી આપી હતી કે શમીની સારવાર ચાલી રહી છે.


સાઉથ આફ્રિકાનો પ્રવાસ 10 ડિસેમ્બરથી ટી-20 સિરીઝથી શરૂ થશે. આ પછી, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 17 ડિસેમ્બરથી ત્રણ મેચની વનડે સિરીઝ શરુ થશે. ત્યાર બાદ 26 ડિસેમ્બરથી બે ટેસ્ટ મેચની સિરીઝ શરૂ થશે.


2023 ODI વર્લ્ડ કપમાં, શમીએ માત્ર 7 મેચમાં 24 વિકેટ ઝડપી હતી, જેમાં બે વાર પાંચ વિકેટ અને એક વાર સાત વિકેટનો સમાવેશ થાય છે. ટૂર્નામેન્ટમાં શમી ODI વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ બન્યો હતો. નોંધનીય છે કે વર્લ્ડ કપની પ્રથમ ચાર મેચમાં શમીને બેન્ચ પર બેસી રહેવું પડ્યું હતું. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામે રમાયેલી ચોથી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ શમી બાકીની મેચો માટે પ્લેઈંગ ઈલેવનનો ભાગ બન્યો હતો. આ પછી તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત