મહારાષ્ટ્ર

વાઇરલ ન્યુમોનિયાના દર્દીઓની સંખ્યામાં થતો વધારો ચિંતાજનક: દર્દીઓમાં જોવા મળે છે આ ગંભીર લક્ષણો

પુણે: વાતાવરણમાં આવેલા બદલાવને કારણે શહેરમાં શરદી, તાવ, ખાંસી જેવા લક્ષણો ધરાવતી બિમારીના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યાં જ હવે વાઇરલ ન્યુમોનિયાના દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. આ બિમારીથી પિડાતા નાના બાળકો વહેલા સાજા થઇ જાય છે પણ વયસ્કો અને વાઇરલ ન્યુમોનિયા સાથે અન્ય બિમારી પણ હોય એવા લોકોને સાજા થવામાં વાર લાગે છે. ત્યારે આવી પરિસ્થીતીમાં ન્યુમોનિયાના લક્ષણો તરત ઓળખવા ખૂબ જ આવશ્યક છે. અને તેની તરત જ સારવાર થવી જોઇએ એવી સલાહ તબીબોએ આપી છે.

દિવાળીમાં વધી ગયેલ વાયુ પ્રદૂષણને કારણે વાઇરલ બિમારીઓ પણ વધી ગઇ છે. જોકે છેલ્લાં કેટલાંક દિવસોથી શહેરમાં ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. છેલ્લાં કેટલાંક દિવસોથી વાતાવરણમાં ફેરબદલ પણ નોંધાયો છે. તેથી વાઇરલ બિમારીઓ વધી રહી છે. દર વર્ષે શિયાળામાં ન્યુમોનિયાના દર્દીઓ જોવા મળે છે. જોકે આ વર્ષે ન્યુમોનિયાના દર્દીઓમાં 20 થી 25 ટકાનો વધારો નોંધાયો છે એમ તબીબોનું કહેવું છે.


હાલમાં મોટાભાગના દર્દીઓ ઘરે જ સારવાર લીધા બાદ સાજા થઇ રહ્યાં છે. જોકે જે લોકોને ન્યુમોનિયા સાથે શુગર, હાર્ટ ડિસીઝ, ઓવર વેટ હોય એવા લોકો અને વયસ્કોને ન્યુોમિનયા થાય તો દાખલ કરવાની જરુર પડી રહી છે. ન્યુમોનિયા એ શ્વસનક્રિયાને લગતી બિમારી છે.


સસૂન હોસ્પિટલના શ્વસનરોગ વિભાગના પ્રમુખ ડો. સંજય ગાયક્વાડે કહ્યું કે, પાછલા અઠવાડિયાથી ન્યુમોનિયાના દર્દીઓની સંખ્યા વધી છે. કેટલાંક દર્દીઓમાં ગંભીર લક્ષણો દેખાઇ રહ્યાં છે. જેમાં શ્વાસ લેવામાં તકલીફ, હાર્ટબીટ વધી જવી, તાવ, કફ, ઉલટી, છાતીમાં દુ:ખાવો, ડાયેરિયા વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. ન્યુમોનિયાના લક્ષણોને ઓળખીને તરત સારવાર કરવી હિતાવહ છે. એમ તબીબોનું માનવું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button