૮૮.૫૯ લાખ શ્રદ્ધાળુઓએ વૈષ્ણોદેવીનાં દર્શન કર્યાં
સુરેશ એસ. ડુગ્ગર
જમ્મુ: આ વરસે અત્યાર સુધીમાં ૮૮.૫૯ લાખ શ્રદ્ધાળુઓએ વૈષ્ણોદેવીનાં દર્શન કર્યાં છે. ડિસેમ્બરમાં વૈષ્ણોદેવીનાં દર્શને આવતા શ્રદ્ધાળુઓની સંખ્યાનો આંક ક્યારેય સાડા છ લાખથી વધુનો ન રહ્યો હોવાને કારણે વર્ષ ૨૦૧૨નો રેકોર્ડ તૂટે એવી કોઈ શક્યતા નથી જણાઈ રહી.
વર્ષ ૨૦૧૨માં અંદાજે ૧.૦૪ કરોડ શ્રદધાળુઓએ વૈષ્ણોદેવીનાં દર્શન કર્યાં હતાં.
જોકે આ વરસે વર્ષ ૨૦૧૩નો રેકોર્ડ તૂટે એવી શક્યતા છે. વર્ષ ૨૦૧૩માં ૯૩.૨૩ લાખ શ્રદ્ધાળુઓએ વૈષ્ણોદેવીનાં દર્શન કર્યાં હતાં.
વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ શ્રદ્ધાળુઓને આકર્ષવાના પ્રયાસો કરવામાં કોઈ કસર બાકી નથી રાખતું છતાં છેલ્લાં કેટલાક વરસોથી
ડિસેમ્બરમાં દર્શને આવતા શ્રદ્ધાળુઓની સંખ્યાથી બૉર્ડ ચિંતિત છે.
આ કારણે જ બૉર્ડને આ વરસે પણ શ્રદ્ધાળુઓની સંખ્યાનો અગાઉનો રેકોર્ડ ન તૂટવાનો અફસોસ રહેશે કેમ કે આ વરસે અત્યાર સુધીમાં માત્ર ૮૮.૫૯ લાખ શ્રદ્ધાળુઓએ વૈષ્ણોદેવીનાં દર્શન કર્યાં છે.
ડિસેમ્બરમાં સાડા છ લાખ જેટલા શ્રદ્ધાળુઓ દર્શને આવશે તો વર્ષ ૨૦૧૩નો રેકોર્ડ (૯૩.૨૩ લાખ) તૂટવાની આશા છે.