મનોરંજન

ટીવી અભિનેત્રી દિવ્યંકા ત્રિપાઠીએ ટ્રોલ કરનારાઓને આપ્યો આવો જવાબ

દિવ્યંકા ત્રિપાઠી ટીવીના દર્શકો માટે ખૂબ જાણીતું નામ છે. અભિનેત્રીએ તેની સુંદરતા અને અભિનયથી એક ખાસ ચાહકવર્ગ ઊભો કર્યો છે. દિવ્યંકા સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તેણે માર્શલ આર્ટના અમુક મુવ્સવાળો વીડિયો શેર કર્યો હતો, પરંતુ વિના કારણે તે ટ્રોલ થઈ હતી. જોકે દિવ્યંકાએ પણ તેના ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો.

દિવ્યાંકાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે માર્શલ આર્ટની કેટલીક મૂવ્સ પ્રેક્ટિસ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો જોયા બાદ એક્ટ્રેસના ઘણા ફેન્સએ તેના વખાણ કર્યા અને ઘણા યુઝર્સે દિવ્યાંકાને ટ્રોલ કરી. થોડા કલાકો પહેલા જ દિવ્યાંકા ત્રિપાઠી દહિયાએ ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપતા એક પોસ્ટ લખી શેર કરી છે.

વીડિયોના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું- બે પ્રકારના ટ્રોલર્સ દેખાય છે. કેટલાક લોકો એવા છે જેઓ વિચારે છે કે મહિલાઓના વખાણ કરવા કરતાં તેમને ટ્રોલ કરવું વધુ સારું છે. કેટલીક સ્ત્રીઓ કે જેઓ પોતાના પરિવાર કરતાં મારા બાળકના જન્મ મામલે વધારે ઝનૂની છે. અને એક તમે છો – જે સારી રીતે આગળ વધવા માટે પ્રેરિત કરે છે, આભાર. તેણે તેના વખાણ કરનારા એક ફેનને આવું લખી ટ્રોલ કરનારાને રોકડું પરખાવ્યું હતું.

ટેલિવિઝન સિરિયલ યે હૈ મોહબ્બતેંથી ઈશિતાના રૂપમાં દરેક ઘરમાં ફેમસ થયેલી દિવ્યાંકાની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે. દિવ્યાંકા અને વિવેક દહિયાના લગ્નની પણ ખૂબ ચર્ચા થઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button