ઇન્ટરનેશનલ

એન્ડ વર્ડ ઓફ ધ યર ઈઝ…. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ કરી ઘોષણા…

નવી દિલ્હીઃ ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે એક શબ્દને વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કરે છે અને આ વખતે યુનિવર્સિટી દ્વારા Rizz શબ્દ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. તમારી જાણ માટે કે Rizz શબ્દએ Prompt, Situationship અને Swiftie આ ત્રણેય શબ્દોને પાછળ છોડીને રેસ જીતી લીધી હતી. હવે તમને થશે કે ભાઈ આખરે આ શબ્દનો અર્થ શું છે અને તે કઈ વસ્તુ કે વાત માટે ઉપયોગમાં લેવામાં આવે છે, બરાબર ને? થોડી ધીરજ રાખો તમને એ વિશે જ જણાવવા જઈ રહ્યા છે.

ઓક્સફર્ડે આ શબ્દની પરિભાષાને એક સંજ્ઞાના રૂપમાં દેખાડ્યો છે અને એનો અર્થ થાય છે કે આકર્ષણ કે કોઈને પોતાની તરફ આકર્ષિક કરવાની ક્ષમતા ધરાવવી. આ શબ્દને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરીએ તો જો કોઈમાં પોતાના સાથીને આકર્ષિત કરવાની ક્ષમતા છે તો એના માટે આ શબ્દનો ઉપયોગ કરી શકાય છે.

Rizzની જેમ જ હેલ્યુસિનેટ શબ્દ પણ 2023 માટે વર્ડ ઓફ ધ યર છે અને એને કેમ્બ્રિજ ડિક્શનરીએ વર્ડ ઓફ ધ યર માટે પસંદ કર્યો છે. આ શબ્દને સમજવા માટે કેમ્બ્રિજ ડિક્શનરીએ આ વખતે તેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે જોડી દીધો છે. આ પરિભાષા અનુસાર એઆઈ ટેક્નોલોજી એક ભ્રમણા પેદા કરે છે એટલે કે ખોટી માહિતી આપે છે. છેલ્લાં કેટલાક સમયથી ચેટ જીપીટી અને જેનેરેટિવ એઆઈ ટુલની ચર્ચા દરમિયાન આ શબ્દનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે. આ જ કારણ છે કે કેમ્બ્રિજ ડિક્શનરી દ્વારા આ શબ્દને વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

કેમ્બ્રિજ ડિક્શનરી દ્વારા દર વર્ષે વર્ડ ઓફ ધ યર માટે એવા શબ્દોને પસંદગી કરવામાં આવે છે કે જે ડિક્શનરીમાં સામેલ નથી હોતા. પરંતુ દુનિયામાં આ શબ્દોનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે અને હેલ્યુસિનેટ એક એવો જ શબ્દ હતો, જેને વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કરાયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button