આપણું ગુજરાત

કસ્ટોડિયલ ડેથ બાબતે ગુજરાત સતત ત્રીજા વર્ષે દેશમાં પ્રથમ સ્થાને

અમદાવાદ: નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ગઈકાલે સોમવારે “ક્રાઈમ ઈન ઈન્ડિયા રિપોર્ટ 2022” બહાર પાડ્યો હતો. કસ્ટોડિયલ ડેથની સંખ્યામાં ગુજરાત સતત ત્રીજા વર્ષે દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે, નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) દ્વારા પ્રકાશિત અગાઉના ડેટા દર્શાવે છે કે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ ચાર વખત ગુજરાતમાં સૌથી વધુ કસ્ટોડિયલ ડેથની નોંધાયા છે.

સોમવારે NCRB દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા મુજબ વર્ષ 2022 દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર ભારતમાં સૌથી વધુ કસ્ટોડિયલ ડેથ થયા છે, જે સમગ્ર ભારતમાં થયેલા 75 કસ્ટોડિયલ ડેથ માંથી 14 ગુજરાતમાં થયા છે. ડેટા દર્શાવે છે કે જ્યારે 8 વ્યક્તિઓ આત્મહત્યાથી મૃત્યુ પામ્યા હતા, 5 વ્યક્તિઓ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા અને 1 વ્યક્તિનું પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે મૃત્યુ થયું હતું. ગુજરાત સતત ત્રીજા વર્ષે યાદીમાં ટોચ પર રહ્યું છે, પરતું કસ્ટોડિયલ ડેથની સંખ્યા 2021 માં 23 હતી જે ઘટીને 2022 માં 14 થઈ ગઈ છે.

છેલ્લા છ વર્ષના ડેટા દર્શાવે છે કે ગુજરાતમાં ચાર વર્ષમાં સૌથી વધુ કસ્ટોડિયલ ડેથ થયા હતા, 2017માં જ્યારે આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ગુજરાત કરતા વધુ કસ્ટોડિયલ ડેથ થયા હોવાથી તે ત્રીજા ક્રમે હતું અને 2019માં જ્યારે તમિલનાડુમાં ગુજરાત કરતા વધારે કસ્ટોડિયલ ડેથ થયા હતા.

વર્તમાન ડીજીપી વિકાસ સહાય ગુજરાત પોલીસના ટોચના અધિકારી તરીકેનો ચાર્જ સંભાળતા પહેલા કસ્ટોડિયલ ડેથની સંખ્યામાં ઘટાડો કરવાની દિશામાં કામ કરી રહ્યા હતા, કારણ કે આ આંકડા રાજ્ય પોલીસ તંત્ર માટે શરમજનક બની ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ઘણી વાર પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં ફટકારવા આવ્યા હોવાની ઘટના બની છે, હાઈકોર્ટે પણ પોલીસ તંત્રને ઘણી વાર ઠપકો આપ્યો છે. આમાંની કેટલીક ભયાનક ઘટનાઓમાં 4 ઓક્ટોબર, 2022ના રોજ ખેડા જીલ્લાના ઉંઢનામાં બની હતી, ત્રણ મુસ્લિમોને જાહેરમાં કોરડા મારવામાં આવ્યા હતા.

જુનાગઢમાં 16 જૂન, 2023 ના રોજ મારામારીના બે આરોપીઓને જાહેરમાં કોરડા મારવામાં આવ્યા હતા, અને દારૂ પીને ડ્રાઇવિંગના આરોપી ચાર વ્યક્તિઓને 25 જુલાઈ, 2023 ના રોજ અમદાવાદના મણિનગર વિસ્તારમાં પોલીસ વાહન સામે ઉભા રાખીને જાહેરમાં કોરડા મારવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ આરોપીઓની પરેડ કરાવી હોય તેવા અનેક બનાવો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button