સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આંગણવાડીઓ હવે બાળકોને ફકત ભણાવશે જ નહિ પરંતુ….
નવી દિલ્હી: ભારતમાં ઘણા સમયથી બાળકોને આંગણવાડીમાં મોકલવામાં આવે છે. ત્યારે બાળકોને આંગણવાડીમાં પ્રૌષ્ટિક આહાર મળી રહે અને બાળકો આંગણવાડીમાં આવીને બાળકો એકબીજા સાથે ભળી શકે તે માટે કેન્દ્ર સરકાર પૂરતા પ્રયત્નો કરી રહી છે. ત્યારે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ દેશના આંગણવાડી કેન્દ્રોમાં શિક્ષણ માટે ટેક્નોલોજીના એકીકરણની સાથે ભારતીય પરંપરાગત પદ્ધતિઓના પાલન કેવી રીતે કરવામાં આવે છે તે જણાવતાં કહ્યું હતું કે આંગણવાડીઓ આપની પરંપરા સાથે જોડાયેલી રહી છે. ત્યારે હવે આજ આંગણવાડીઓમાં નાના નાના ભૂલકાઓને આધુનિક શિક્ષણ પણ પ્રદાન કરી શકાય છે. આ આંગણવાડીઓ હવે બાળકોને ફકત ભણતર જ પૂરું નહિ પાડે પરંતુ તેમનું ઘડતર પણ કરશે જેથી તે કોઈ પણ પરિસ્થિતિ સામે ટકી શકે.
સ્મૃતિ ઈરાનીએ વધુમાં જણાવ્યું હતું કે લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બાળકો ફકત આજની દુનિયાના પડકારોનો સામનો કેવી રીતે કરી શકાય તે તો શીખવાડીશું પણ સાથે સાથે તેમનામાં આત્મવિશ્વાસ પણ કેળવી શકશે કે તેઓ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. જેથી તેઓ હંમેશા ભારતીય પરંપરાઓ સાથે જોડાયેલા રહે અને તેમના જેવા જ દેશના અન્ય બાળકો પ્રત્યે પ્રેમ અને આસક્તિની લાગણી જાળવવામાં સક્ષમ બની શકે તેમજ પોતાના અને દેશના ગૌરવને જાળવી શકે.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અમૃતકલ કી આંગણવાડી દરમિયાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આંગણવાડી કેન્દ્રોને પણ આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવ્યા છે, જેથી દેશની તમામ મહિલાઓ પોતાના બાળકોને આંગણવાડીમાં મોકલી શકે અને તેમને બાળપણથી જ નાની નાની પરંતુ સચોટ બાબતોનું જ્ઞાન મળે.
સ્મૃતિ ઈરાનીએ ખાસ એ બાબત પર ભાર મૂક્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિચાર મુજબ દર વર્ષે 300 કરોડ રૂપિયાના બજેટનો એક ભાગ આશા વર્કરોને તાલીમ આપવા માટે વપરવામાં આવશે.