ત્રણ રાજ્યમાં ભાજપે લગાવી મુખ્ય પ્રધાનના નામો પર મહોર? છત્તીસગઢમાં સામે આવેશે નવો ચહેરો

નવી દિલ્હી: મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ આ ત્રણ રાજ્યમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જીત હાંસલ કરી છે. આ જીત બાદ હવે ભાજપ આ ત્રણે રાજ્યમાં મુખ્ય પ્રધાન તરીકે કોની નિમણૂંક કરશે તેની તરફ બધાનું ધ્યાન છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભાજપના પક્ષના નેતૃત્વએ આ ત્રણે રાજ્યના મુખ્ય પ્રધાન માટે નામોની પસંદગી કરી લીધી છે. જોકે આ અંગે હજી ઘણાં તર્ક-વિતર્ક થઇ રહ્યાં છે. ઉપરાંત ભવિષ્યનો વિચાર કરીને આ ત્રણે રાજ્યમાં નાયબ મુખ્ય પ્રધાનની પણ નિમણૂંક કરવામાં આવનાર છે એવી જાણકારી મળી રહી છે. આ ત્રણ રાજ્યના મુખ્ય પ્રધાનમાં છત્તીસગઢમાં કોઇ નવો ચહેરો દેખાય તેવી શક્યતા વર્તાઇ રહી છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજસ્થાનમાં મુખ્ય પ્રધાનની રેસમાં વસુંધરા રાજેનું નામ મોખરે છે. પાર્ટી ફરી એકવાર તેમને તક આપી શકે છે. જ્યારે મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણનું નામ સૌથી પહેલું છે. તેથી તેમને ફરી એકવાર મુખ્ય પ્રધાન બનવાની તક મળી શકે છે. જ્યારે છત્તીસગઢમાં કેન્દ્રીય પ્રધાન રેણુકા સિંહને મુખ્ય પ્રધાન બનાવે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ તમામ નામો અંગે નિર્ણય થઇ ગયો છે. હવે માત્ર તેની જાહેરાત કરવાની બાકી છે.
ભાજપે આગામી 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇ મુખ્ય પ્રધાનના નામ પસંદ કર્યા છે. ઉપરાંત પક્ષના ઉચ્ચ નેતાઓએ આ નામો પર મહોર લગાવી ગોવાની જાણકારી મળી રહી છે. આ સાથે સાથે ભવિષ્યનો વિચાર કરીને મુખ્ય પ્રધાન સાથે નાયબ મુખ્ય પ્રધાનની નિમણૂંક પણ થવાની છે.
જેમ કે મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણ મુખ્ય પ્રધાન અને એમની સાથે બે નાયબ મુખ્ય પ્રધાનની નિમણૂંક કરવામાં આવશે. તેવી જ રીતે રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ મુખ્ય પ્રધાન સાથે બે નાયબ મુખ્ય પ્રધાવની નિમણૂંક કરવામાં આવશે.