સ્પોર્ટસ

નીરજ ચોપરાએ બુમરાહને સ્પીડ વધારવાની સલાહ આપી, રીત પણ બતાવી

નવી દિલ્હી: ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાને પણ ક્રિકેટમાં ઘણો રસ છે. તાજેતરમાં યોજાયેલા ODI વર્લ્ડ કપની ફાઈનલ જોવા માટે તેઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. જો કે મેચમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. નીરજ ચોપરાએ જસપ્રિત બુમરાહને પોતાનો ફેવરિટ ફાસ્ટ બોલર ગણાવ્યો હતો. નીરજે બુમરાહને સ્પીડ વધુ વધારવાની સલાહ આપી છે.

ટોક્યો ઓલિમ્પિક્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ નીરજ ચોપરાએ કહ્યું કે- મને બુમરાહ ગમે છે. તેની બોલિંગ એક્શન અનોખી છે. મને લાગે છે કે બુમરાહે તેનો રન અપ લંબાવવો જોઈએ જેથી તેની સ્પીડ વધે. હું આ મારા જેવલિન થ્રોના અનુભવ પરથી કહી રહ્યો છું. બોલરોને કેવી રીતે ગતિ વધારવાની જરૂર છે તે વિશે આપણે ઘણીવાર વાત કરીએ છીએ. જો તે થોડો પાછળથી દોડે તો તે શક્ય છે.


બુમરાહ ભારતના શ્રેષ્ઠ ફાસ્ટ બોલરોમાંથી એક છે. હાલમાં તે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો સ્ટ્રાઈક બોલર છે. 29 વર્ષીય બુમરાહે અત્યાર સુધી 30 ટેસ્ટમાં 128 વિકેટ, 89 વનડેમાં 149 વિકેટ અને 62 ટી20માં 74 વિકેટ ઝડપી છે. નીરજ વિશે વાત કરીએ તો 2023નું વર્ષ તેના માટે શાનદાર રહ્યું. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય બન્યો હતો. તેણે એશિયન ગેમ્સમાં સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજની નજર આગામી વર્ષાના 2024 પેરિસ ઓલિમ્પિક્સ પર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button