વર્ષમાં ૨૦૬ આરોપીની ધરપકડ કરી ૪૮ કરોડનું ડ્રગ્સ જપ્ત
એન્ટી નાર્કોટિક્સ સેલની કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ પોલીસની એન્ટી નાર્કોટિક્સ સેલ (એએનસી)ના અધિકારીઓએ વર્ષભરમાં ડ્રગ્સ તસ્કરી સાથે સંકળાયેલા ૨૦૬ આરોપીની ધરપકડ કરી ૪૮ કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ જપ્ત
કર્યું હતું.
વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ડ્રગ્સ વિરોધી કાર્યવાહીમાં વર્ષભરમાં એએનસીનાં અલગ અલગ યુનિટે ૯૮ ગુના નોંધ્યા હતા, જેમાં ૨૦૬ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી વિવિધ પ્રકારનું ૪૮ કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.
ડ્રગ્સનું સેવન કરનારાઓમાં મેફેડ્રોન હૉટ ફેવરીટ હોવાનું કહેવાય છે. પરિણામે મેફેડ્રોનની તસ્કરીના સૌથી વધુ કેસો સામે આવ્યા હતા. જપ્ત કરાયેલા ડ્રગ્સમાં ૩૦ કરોડ રૂપિયાનું તો માત્ર મેફેડ્રોન હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
દરમિયાન એએનસીના બાન્દ્રા અને કાંદિવલી યુનિટે શનિ-રવિવારે કાર્યવાહી કરી ૧૨ લાખ રૂપિયાનું મેફેડ્રોન જપ્ત કર્યું હતું. બન્ને યુનિટે ચાર આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
અંધેરીના ગાંવદેવી પરિસરમાં બે ડ્રગ્સ તસ્કર આવવાના હોવાની માહિતીને આધારે બાન્દ્રા યુનિટના અધિકારીઓએ છટકું ગોઠવી તેમને તાબામાં લીધા હતા. તેણે આપેલી માહિતી પરથી અંધેરી ડોંગરી વિસ્તારમાંથી વધુ એક આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. બીજી બાજુ, કાંદિવલી યુનિટના અધિકારીઓએ જોગેશ્ર્વરી પશ્ર્ચિમના એક ઘરમાં રેઇડ કરી છ લાખના એમડી સાથે આરોપીની ધરપકડ કરી હતી. ઉ