બ્રાહ્મણ સમાજ ઉપવાસ પર ફડણવીસે ફોન કરીને ઉપવાસ પાછા ખેંચવા વિનંતી કરી
જાલના: બ્રાહ્મણ સમાજ માટે સ્વતંત્ર એવા ભગવાન પરશુરામ ઈકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન સ્થાપના કરવી તેમ જ બ્રાહ્મણ સમાજના છોકરાઓને હાયર એજ્યુકેશન મફત આપવાની માગણી સહિત અન્ય માગણી માટે છેલ્લા છ દિવસથી જાલના શહેરમાં ઉપવાસ ચાલી રહ્યા છે. ઉપવાસ પાછા ખેંચવાની વિનંતી કરવા માટે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ફોન કરીને ઉપવાસ કરનારાઓ સાથે ચર્ચા કરી હતી. જોકે લેખિતમાં આશ્ર્વાસાન મળ્યા પછી જ ઉપવાસ પાછા ખેંચવામાં આવશે, એવી ભૂમિકા ઉપવાસ પર ઊતરેલા દીપક રણનવરેએ હાથ ધરી હતી.
બ્રાહ્મણ સમાજ માટે ભગવાન પરશુરામ ઈકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશનના બ્રાહ્મણ સમાજસેવક દીપક રણનવરેએ અનેક માગણીઓને લઇને છેલ્લા છ દિવસથી અન્નનો ત્યાગ કરીને આંદોલન છેડ્યું છે. આ આંદોલનને ટેકો પૂરો પાડવા માટે રવિવારે સવારે ૧૧થી પાંચ વાગ્યા સુધી બ્રાહ્મણ સમાજ તરફથી લાક્ષણિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. શહેર સહિત આખા જિલ્લા અને રાજ્યભરમાંથી અનેક સમાજબંધુઓ આમાં સહભાગી થયા હતા. એટલું જ નહીં ખુદ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ફોન કરીને દીપક રણનવરેનો સંપર્ક સાધ્યો હતો. ફડણવીસે રણનવરેને ઉપવાસ પાછા ખેંચવાની વિનંતી કરી હતી.