આમચી મુંબઈ

સિંઘવીનો સવાલ, શરદ પવાર વિનાનો એનસીપી પક્ષ હોઇ શકે

સુપ્રિયા સુળેની કાર્યાધ્યક્ષ તરીકે નિમણૂક ભૂલ હતી: અજિત પવાર

મુંબઈ: એનસીપીની સ્થાપના શરદ પવારે કરી અને તેમના વિનાનો પક્ષ કેવો હોઇ શકે, એવો સવાલ શરદ પવાર જૂથના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કર્યો હતો. બીજી બાજુ અજિત પવારે વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે પક્ષ દ્વારા સુપ્રિયા સુળીને કાર્યાધ્યક્ષ તરીકેની નિમણૂક એ પક્ષની ભૂલ હતી.
એનસીપીમાં ફાટફૂટ પડ્યા બાદ પક્ષ અને તેના ચિહ્ન માટે લડાઈ શરૂ થઇ હતી. આ અંગે હાલમાં ચૂંટણી પંચમાં સુનાવણી ચાલી રહી છે. સોમવારે થયેલી આ સુનાવણી માટે એનસીપી જૂથનાં સાંસદ સુપ્રિયા સુળે ચૂંટણી પંચમાં હાજર રહ્યાં હતાં. અજિત પવાર જૂથ વતી મુકુલ રોહતગી દલીલ કરી રહ્યા છે, જ્યારે શરદ પવાર જૂથ વતી વકીલ દેવદત્ત કામત અને અભિષેક મનુ સિંઘવી દલીલ કરી રહ્યા છે.
સુનાવણીમાં સિંઘવીએ રાજ્યસ્તરે ૨૮માંથી ૨૦ પદાધિકારી શરદ પવારની સાથે છે એવું જણાવ્યું હતું. આ ઉપરાંત નેશનલ વર્કિંગ કમિટીમાં પણ ૮૬માંથી ૭૦ સભ્ય શરદ પવારની સાથે છે. સામે પક્ષે ખોટાં સોગંદનામાં રજૂ કર્યાં છે એવાં અમારાં નથી. અમે પંચમાં રજૂ કરેલા તમામ પદાધિકારીઓનાં સોગંદનામાં સાચાં છે, એવી દલીલ સિંઘવીએ કરી હતી.
દરમિયાન અજિત પવાર જૂથ વતી વકીલ મુકુલ રોહતગીએ એવી દલીલ કરી હતી કે સુપ્રિયા સુળેની કાર્યાધ્યક્ષ તરીકે થયેલી નિમણૂક બંધારણ વિરોધી હતી. એક સોગંદનામું આપનારાનું મૃત્યુ થયું તો શું મેરિટમાં નામ ઓછાં હતાં? શરદ પવાર જૂથે પણ ખોટાં સોગંનામાં રજૂ કર્યાં છે, એવું પણ રોહતગીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button