નેશનલ

ભિખારી લાવો અને ઈનામ મેળવો, જાણો ક્યાં આપવામાં આવી છે આ અનોખી ઓફર?

તમને કોઈ કહે કે તમે ક્યાંયથી પણ એક ભિખારી લઈ આવો અને પૈસા લઈ જાવ તો તમારા માનવામાં આ વાત આવે ખરી? પરંતુ આ હકીકત છે, આવો જોઈએ ક્યાં આપવામાં આવે છે આ અનોખી ઓફર અને એની પાછળનું કારણ શું છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લોકસભાના ક્ષેત્ર વારાણસી આગામી ત્રણ વર્ષમાં દેશનું પહેલું ભિક્ષુકમુક્ત શહેર બનશે અને એની પહેલ સ્ટાર્ટ અપ બેગર્સ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા ભિખારીઓને વેપારી અને યોગ્ય કામ અપાવવાની જવાબદારી ઉઠાવી છે. એટલું જ નહીં આ ભિખારીઓને રોજગાર અપાવવા માટે ટ્રેઈનિંગ સેન્ટર પણ શરુ કરવામાં આવ્યા છે અને જે નાગરિક ભિખારીને આ ટ્રેઈનિંગ સેન્ટર સુધી લઈ આવશે તેને કોર્પોરેશન દ્વારા રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

આ અનુસંધાનમાં મળી રહેલી એક માહિતી પ્રમાણે એક સર્વેક્ષણ અનુસાર વારાણસીમાં આશરે 6000 જેટલા ભિખારી છે અને એમાં 1400 બાળ ભિખારીઓનો સમાવેશ થાય છે. પરિવારકે બાળક સાથે રહેનારા 18થી 40 વર્ષ સુધીના શારીરિક રીતે સક્ષમ ભિખારીઓને ત્રણ મહિના સુધી પ્રશિક્ષણ આપીને વિવિધ કામો સોંપવામાં આવશે.

એપ્રિલ, 2024માં 50 ભિખારીઓથી શરુ કરીને 2027 સુધી છ તબક્કામાં એક હજાર ભિખારીને રોજગાર અપાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હાલમાં કોર્પોરેશન દ્વારા 17 પરિવારને ભીખ માંગવાના ધંધામાંથી બહાર નીકળીને વિવિધ વ્યવસાયમાં જોડાઈને માનપૂર્વક જીવન વ્યતિત કરી રહ્યા છે.

બેગર્સ કોર્પોરેશન દ્વારા નાગરિકોને એવી અપીલ કરવામાં આવી છે ભિખારીઓને ભીખ આપવાને બદલે તેમને સંસ્થા સુધી લાવનાર નાગરિકને 1000 રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button