ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ઓળખાણ પડી?
ઔષધિ ગુણ ધરાવતા વનસ્પતિના મૂળિયાની ઓળખાણ પડી? ડુંગરાળ જમીન અને આસપાસ લીલોતરી હોય એવો વિસ્તાર એના ઊગવા માટે જરૂરી હોય છે.
અ) જાવંત્રી બ) બહેડાં ક) જેઠીમધ ડ) તેજાના
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
અખરોટ MUSK
અરીઠા WALNUT
અળસી HEMP
કસ્તુરી LINSEED
ગાંજા SOAP NUT
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
વાતચીતમાં ઘણી વાર એવું સાંભળવા મળે કે ‘ઠંડે પાણીએ નાહી નાખ્યું’ એનો અર્થ શું થાય એ જણાવો.
અ) ફુલાઈ જવું બ) નુકસાન થવું
ક) આશા છોડી દેવી ડ) પડતી થવી
ગુજરાત મોરી મોરી રે
કોઈ દર્દી સાઈનસની તકલીફથી પીડાય છે એવું નિદાન જો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવે તો એ મુખ્યત્વે શરીરના કયા ભાગમાં તકલીફ ધરાવે છે એ કહી શકશો?
અ) મગજ બ) ફેફસાં ક) ત્વચા ડ) નાક
માતૃભાષાની મહેક
ટંકનો અત્યંત પ્રચલિત અર્થ છે એક વખતનું કાર્ય જેમ કે ભોજન. એક ટંક જમવાનું એટલે એકટાણું. જોકે, ટંક એટલે ૨૪ રતીનું એક વજન એવો પણ એક અર્થ છે. ચાર માસાનું વજન પણ કહેવાય છે. મગધ દેશની પરિભાષામાં ૨૪ રતીનો ટંક અને કલિંગ દેશની પરિભાષામાં ૩૨ રતીનો ટંક માને છે. સુશ્રુત ૨૦ રતીનો ટંક માને છે
ઈર્શાદ
વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે,
થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી.
– કૈલાસ પંડિત
માઈન્ડ ગેમ
૩૫ લાખ રૂપિયાની ૨૦ ટકા રકમ મોજમજા પાછળ ખર્ચ્યા બાદ રહેલી રકમમાં કરેલા વ્યવસાયથી નાણામાં કુલ ૧૨ ટકાનો ઉમેરો થયો. નફા સાથે હાથમાં રહેલી રકમ ગણી કાઢો.
અ) ૨૯,૦૦,૦૦૦ રૂપિયા બ) ૩૦,૬૬,૦૦૦ રૂપિયા ક) ૩૧,૩૬,૦૦૦ રૂપિયા ડ) ૩૨,૩૫,૫૦૦ રૂપિયા
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
ખેતી FARMING
ઉગાડવું CULTIVATION
બાગકામ HORTICULTURE
પાક CROP
જળકૃષિ HYDROPONICS
માઈન્ડ ગેમ
૧,૨૭,૫૦૦ રૂપિયા
ઓળખાણ રાખો
રાબ
ગુજરાત મોરી મોરી રે
મગજ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
છ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
૧) મહેશ સંઘવી (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) સુભાષ મોમાયા (૪) શ્રદ્ધા આશર (૫) ખુશરૂ કાપડિયા (૬) ડૉ. પ્રકાશ કટકિયા (૭) ભારતી કટકિયા (૮) ભારતી બુચ (૯) નિતીન જે. બજરીયા (૧૦) હર્ષા મહેતા (૧૧) નિખીલ બંગાળી (૧૨) અમીષી બંગાળી (૧૩) પુષ્પા પટેલ (૧૪) લજીતા ખોના (૧૫) મીનળ કાપડીયા (૧૬) પ્રવીણ વોરા (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) જ્યોતી ખાંડવાલા (૧૯) મહેશ દોશી (૨૦) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૧) નંદકિશોર સંજાણવાલા (૨૨) ભાવના કર્વે (૨૩) મનીષા શેઠ (૨૪) ફાલ્ગુની શેઠ (૨૫) મહેન્દ્ર લોઢાવિયા (૨૬) રજનીકાંત પટવા (૨૭) સુનીતા પટવા (૨૮) સુરેખા દેસાઈ (૨૯) અરવિંદ કામદાર (૩૦) દેવેન્દ્ર સંપટ (૩૧) વિણા સંપટ (૩૨) કલ્પના આશર (૩૩) નીતા દેસાઈ (૩૪) જ્યોત્સના ગાંધી (૩૫) રમેશ દલાલ (૩૬) હીનાબેન દલાલ (૩૭) ઈનાક્ષી દલાલ (૩૮) જયવંત પદમશી ચિખલ (૩૯) જગદીશ ઠક્કર (૪૦) દીના વિકામશિ (૪૧) દિલિપ પારીખ (૪૨) અંજુ ટોલીયા (૪૩) પુષ્પા ખોના (૪૪) અબદુલ્લા મુનીમ (૪૫) તાહેર ઔરંગાબાદવાલા (૪૬) શીરીન ઔરંગાબાદવાલા (૪૭) રસિક જુઠાણી ટોરંટ