આપણું ગુજરાત

ત્રણ રાજ્યમાં ભાજપની જીતઃ રાજકોટમાં કાર્યકરોએ કરી શાનદાર ઉજવણી

ભારતીય જનતા પક્ષ રાજકોટ દ્વારા ત્રણ રાજ્યોમાં જબરજસ્ત જીતની શાનદાર ઉજવણી કરવામાં આવી આજરોજ રાજકોટ ભારતીય જનતા પક્ષ તેના તમામ કાર્યકરો અને પક્ષના હોદ્દેદારો તથા ધારાસભ્યો સહિત કિસાનપરા ચોકમાં ભેગા થઈ અને શાનદાર આતશબાજી કરી ઉપરાંત ઢોલ નગારા સાથે વાજતે ગાજતે જીતની ઉજવણી કરી હતી.જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તથા તેના વિકાસના કાર્યોને આપ્યો તથા આગામી લોકસભાના માહોલને ગરમાવ્યો હતો.પ્રજાને એ પણ અપીલ કરી હતી કે લોકસભામાં પણ જંગી બહુમતીથી ભારતીય જનતા પક્ષ ને જ મત આપશો. આજે સવારથી જ ભારતીય જનતા પક્ષના કાર્યકરો તથા હોદ્દેદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ટીવી સામે ગોઠવાઈ ગયા હતા અને જેમ જેમ પરિણામ જાહેર થતા ગયા તેમ તેમ તાળીઓનો ગડગડાટ પણ થતો ગયો હતો.

ત્રણ રાજ્યોમાં હાર પછી કોંગ્રેસ પક્ષે પણ આત્મમંથન કરવાની જરૂર છે કયા કારણો છે કે લોકો તેને સ્વીકારતા નથી તે અંગે અહમ છોડી અને સામાન્ય કાર્યકરો સાથે બેસવું પડશે તેમના અભિપ્રાયો પણ લેવા પડશે અને માનવા પણ પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button