તેલંગણાના મુખ્ય પ્રધાન તરીકે આ નેતાનું નામ નક્કી, જાણો કોને મળશે સુકાન?
હૈદરાબાદ: ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ની સરકારના દસ વર્ષના શાસન પછી તેલંગણામાં કોંગ્રેસની આગેવાની હેઠળ નવી સરકારનું ગઠન કરવામાં આવશે, ત્યારે નવા મુખ્ય પ્રધાન તરીકે લગભગ રેવંત રેડ્ડીનું નામ નક્કી છે, જ્યારે નાયબ મુખ્ય પ્રધાન (ડેપ્યુટી સીએમ)ની પણ વરણી કરી શકાય છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
તેલંગણામાં કોંગ્રેસ 64 સીટ પર જીત મેળવીને કોંગ્રેસે હવે સત્તા બનાવવા જઈ રહી છે ત્યારે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટી દ્વારા તેલંગણાના નવા મુખ્ય પ્રધાનનું નામ જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રેવંત રેડ્ડીની તેલંગણાના નવા મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે.
તેલંગણાના કોંગ્રેસના અધ્યક્ષ રેવંત રેડ્ડીએ વિધાનસભા ચૂંટણીમાં ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ના પી. નરેન્દ્ર રેડ્ડી સામે 32,000 વધુ મતના તફાવતથી જીત નક્કી કરી હતી. તેલંગણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થવાથી રેવંત રેડ્ડીનું નામ રાજ્યના સીએમ તરીકે સૌથી આગળ છે. ગઇકાલે ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ કોંગ્રેસે તેમના પ્રધાનો સાથે રાજયપાલ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવા વિશે ચર્ચા કરી હતી. કોંગ્રેસના વિધાન સભ્યોની મીટિંગમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કોંગ્રેસના વિધાનસભ્ય દળ (CLP)ના નેતાની નિમણૂક કરવામાં માટેનો નિર્ણય લેવા જણાવ્યુ હતું.
કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમારે જણાવ્યુ હતું કે આ અધિકારપત્ર મલ્લિકાર્જુન ખડગેને મોકલવામાં આવશે. આ પત્રમાં કરવામાં આવેલો નિર્ણય દરેક વિધાનસભ્યોને માન્ય રહેશે. તેલંગણામાં કોંગ્રેસના અધ્યક્ષ રેવંત રેડ્ડીને રાજ્યના નવા સીએમ બનાવવાને લઈને એક દરખાસ્ત મોકલવામાં આવી હતી. આ દરખાસ્તનું મલ્લુ ભટ્ટી વિક્રમાર્ક અને ડી. શ્રીધર બાબુ જેવા વરિષ્ઠ વિધાનસભ્યોએ પણ સમર્થન કર્યું છે.
તેલંગણામાં 10 વર્ષ બાદ કોઈ બીજી પાર્ટીની સત્તા સ્થાપિત થવા જઈ રહી છે. ચૂંટણી હાર્યા બાદ તેલંગણાની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના વડા કે ચંદ્રશેખર રાવે મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. ચંદ્રશેખર રાવના આ રાજીનાને સ્વીકારી રાજ્યપાલે તેમને કોંગ્રેસની નવી સરકાર બનવા સુધી સીએમ પદ પર રહેવાનો આદેશ આપ્યો છે.