નેશનલ

સોનિયા ગાંધીએ પોતાના નિવાસસ્થાને બોલાવી બેઠક, જાણો કેમ?

નવી દિલ્હીઃ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ રાજ્યમાં ભાજપ ફરી સત્તા પ્રાપ્ત કરવાની સાથે કોંગ્રેસની મળેલી હારને કારણે આજે કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ બેઠક બોલાવી હતી. વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હાર પછી આજે સોનિયા ગાંધીએ 10 જનપથ ખાતે પોતાના નિવાસસ્થાને બેઠક બોલાવી હતી, જેમાં પક્ષને મળેલી હાર અંગે ચિંતા વ્યક્ત કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અહીંની બેઠકમાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, વરિષ્ઠ નેતા શશી થરુર, પી. ચિદમ્બરમ અને પાર્ટીના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલ વગેરે ઉપસ્થિત રહી શકે છે. કોંગ્રેસના સૂત્રોએ કહ્યું હતું કે આ મીટિંગમાં સોનિયા ગાંધીએ એ નેતાઓને બોલાવ્યા હતા, જેમને ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી હતી. એના સિવાય INDIA ગઠબંધનની મીટિંગ મુદ્દે ચર્ચા કરવાનો એજન્ડા હોઈ શકે છે. રાજસ્થાનમાં અશોક ગહેલોત અને સચિન પાયલટની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, તેથી બંને જૂથ એકબીજા પર દોષારોપણ કરી શકે છે. આગામી દિવસોમાં રાજસ્થાન કોંગ્રેસમાં કંઈ નવાજૂની થાય તો નવાઈ રહેશે નહીં, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

હિંદી બેલ્ટમાં કોંગ્રેસ હવે બિહારમાં જનતા દળ (યુનાઈટેડ) અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ની સાથે ગઠબંધનમાં છે અને હિમાચલમાં શાસન કરે છે. જોકે, કોંગ્રેસે ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) પાસેથી તેલંગણા છીનવીને દક્ષિણ ભારતમાં શાનદાર એન્ટ્રી કરી છે. કર્ણાટક પછી દક્ષિણ ભારતમાં બીજી મોટી જીત છે. કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલે કહ્યું હતું કે વાસ્તવમાં હાલની પરિસ્થિતિ આત્મનિરીક્ષણ કરવામાં આવશે કે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં શું થયું? મધ્ય પ્રદેશમાં તો શું થયું એ વાતની સમજ પડતી નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કાકડીને ખાવાની આ છે સાચી રીત… A Simple Guide: What NOT to Offer Lord Shani Most Expensive Celebrity Mangalsutras: Unveiling the Price Tags Baby Raha with Mommy Alia at Kareena Kapoor’s House: Cuteness Overloading