મધ્ય પ્રદેશમાં આ વિક્રમને જાણી લોઃ કોઈ 28 તો કોઈ 290 મતથી જીત્યા
ભોપાલ: મધ્ય પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. ભાજપે 230 બેઠકમાંથી 163 સીટ પર વિજય મેળવીને ફરી એક વખત રાજયમાં સત્તા પર પોતાની મહોર મારી છે. વિધાનસભાની ચૂંટણીમાં જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો, જેમાં અમુક ઉમેદવાર 28 મતથી તો અમુક ઉમેદવાર 94 મતથી જીત્યા હતા.
અહીં આપણે એવા ઉમેદવારોની યાદી જોઈ રહ્યા છે જેણે માત્ર થોડાક વોટોથી આ ચૂંટણીમાં જીત મેળવી છે. તો આ યાદીમાં વારાસિવની સીટ પર કોંગ્રેસના વિવેક વિક્કી પટેલે ભાજપના પ્રદીપ જયસ્વાલને 1003 વોટથી હરાવ્યા હતા. આ વિસ્તારમાં 18મા રાઉન્ડના મત ગણતરી બાદ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યા હતા.
ભાજપના માંધાતામાં નારાયણ પટેલે કોંગ્રેસના ઉત્તર રાજનારાયણ સિંહ પુરની સામે 589 વોટથી જીત મેળવી હતી, જ્યારે બૈહરની બેઠક પરથી કોંગ્રેસના સંજય ઉઇકે ભાજપના ભગત સિંહને 551 મતથી હરાવ્યા હતા. ધરમપુરીમાંથી ભાજપના કાલુસિંહ ઠાકુરે 356 મતથી કોંગ્રેસના ઉમેદવાર પાંચીલાલ મેડા સામે જીત મેળવી હતી. સાથે જ કોંગ્રેસના હુકુમસિંહ કરાડાને ભાજપના અરુણ ભીમાવતે 28 મતથી જીત મેળવી હતી જે સાવ નજીવા તફાવતે શાજાપુરની સીટ પર મેળેલી જીત છે.
ગઇકાલે ત્રણ ડિસેમ્બરે જારી કરવામાં આવેલા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસના દિનેશ સિંહ બોસે ભાજપના બહાદુર સિંહ ચૌહાણ સામે 290 મતથી મધ્ય પ્રદેશના મહિદપુરની સીટ પર જીત મેળવી હતી. ચૂંટણીના પરિણામો ભલે ગઇકાલે જારી થઈ ગયા હોય પણ વિજેતા ભાજપ દ્વારા હજી સુધી મુખ્ય પ્રધાન કોણ બનશે તેની જાહેરાત કરી નથી.