નેશનલ

MPમાં પતિ ઈલેક્શન હારી ગયા, પત્નીએ પોસ્ટ કરીને કહી આ વાત…

ગઈકાલે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણાના વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા અને આ પરિણામો જાહેર થતાં જ ક્યાંક કભી ખુશી કભી ગમનો માહોલ જોવા મળ્યો હતો. મધ્ય પ્રદેશમાં ભાજપનો જ્વલંત વિજય થયો છે અને પાર્ટીએ 163 સીટ પર જીત હાંસિલ કરી છે જ્યારે કોંગ્રેસ માત્ર 66 સીટ પૂરતી જ મર્યાદિત થઈ રહી ગઈ હતી. જોકે, આપણે અહીં વાત કરવાના છીએ મધ્યપ્રદેશની ચુરહટ સીટની. આ સીટ પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો પડ્યો હતો. ઉમેદવારે તો પોતાના પરાજયને પચાવી લીધો હતો, પરંતુ તેમના પત્નીને આ હાર કંઈ ખાસ હજમ થઈ હોય એવું લાગતું નથી અને એનો પૂરાવો છે તેમના દ્વારા કરવામાં આવેલી પોસ્ટ.

કોંગ્રેસના અજય અરુણ સિંહ ચુરહટની સીટ પરથી જીતી ગયા હતા અને તેમણે ભાજપના શરદેંદુ તિવારીને પરાજિત કર્યા હતા. 2018માં તેઓ આ સીટ પરથી જીત હાંસિલ કરી હતી. પરંતુ આ વખતે તેમને આ સીટ પરથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. અજયે તો પોતાની હારને સ્વીકારી લીધી હતી, પરંતુ હવે તેમની ડો. પ્રવીણ તિવારીની એક ભાવુક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

આ પોસ્ટમાં ડો. પ્રવીણ તિવારીએ એવું લખ્યું છે કે કદાચ અમારા જ પ્રેમમાં ઉણપ હતી અને એટલે જ તમે અમારો અસ્વીકાર કર્યો છે. મેં જીવનમાં પ્રેમને જ મહત્ત્વ આપ્યું છે, પૈસાને ક્યારેય ગણ્યા નથી પણ હવે હું જઈ રહી છું મારા બાળકો પાસે. જેમનો હક છિનવીને મેં તે આ વિધાનસભાના ક્ષેત્રને આપ્યો હતો. મારા દીકરાની કાલે ક્લેટની પરીક્ષા હતી અને મેં એને બિલકુલ સમય આપ્યો નહોતો. પણ હવે ઈચ્છું છું કે તે તેની પરિક્ષામાં સફળ થાય. તે રોજ મને પૂછતો હતો કે મમ્મી પપ્પા ક્યારે આવશે પણ હંમેશા હું એની વાતને ટાળી દેતી હતી. દિવસ-રાત હું તમારી સાથે રહી, પણ કદાચ તમને એની જરૂર નહોતી એટલે હવે હું જઈ રહી છું. જેમના તરફથી પ્રેમ મળ્યો છે એમની સેવામાં શરદેંદુ તિવારી બિલકુલ કમી નહીં રાખે, પણ હું હવે મારા સાસુ-સસરા, મમ્મી પપ્પા, ભાઈ-ભાભી, નણંદ અને નણંદોઈ અને બાલકો પાસે જઈ રહી છું.

આગળ પોતાની પોસ્ટમાં તેમણે એવું પણ લખ્યું હતું કે જાણતાં અજાણતાં જો કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. તમને અજય અર્જુન સિંહનો સાથ મુબાર. ધન્યવાદ એ જણાવવા માટે કે અમે તમારા લાયક નથી.


અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના મોટા ગજાના નેતા અરુણ સિંહના દીકરા 1998માં આ સીટ પરથી જિતતા આવ્યા હતા, પરંતુ તિવારીએ 2018માં તેમની આ જિત પર બ્રેક લગાવી દીધી હતી પરંતુ 2023માં ફરી એક વખત અર્જુન સિંહને જીત હાંસિલ કરી લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button