સ્પોર્ટસ

વર્લ્ડ કપ બાદ પેરિસમાં વેકેશન માણી રહ્યો છે રવિન્દ્ર જાડેજા

પેરિસ: તાજેતરમાં જ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વર્લ્ડ કપમાં જોવા મળ્યો હતો. હાલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટી-૨૦ સીરિઝ રમી રહી છે. ટીમ ઈન્ડિયાનો અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયા સામેની ટી-૨૦ સીરિઝનો ભાગ નથી. રવિન્દ્ર જાડેજા હાલમાં યુરોપમાં રજાઓ માણી રહ્યો છે. રવિન્દ્ર જાડેજાની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર રવિન્દ્ર જાડેજાની વાયરલ થયેલી તસવીર પેરિસની છે.

રવિન્દ્ર જાડેજાની બે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પ્રથમ તસ્વીરમાં રવિન્દ્ર જાડેજા રસ્તા પર ફરતો જોવા મળે છે, જ્યારે બીજા ફોટોમાં ભારતીય ઓલરાઉન્ડર એફિલ ટાવરની સામે બેઠો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટી-૨૦ મેચની સીરિઝ રમી રહી છે. રવિન્દ્ર જાડેજા આ શ્રેણી માટે ભારતીય ટીમનો ભાગ નથી. વાસ્તવમાં રવિન્દ્ર જાડેજા સહિત અન્ય સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button