પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાએ જાહેર કરી ટીમ, વોર્નરને આપ્યું સ્થાન
મેલબોર્ન: પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ રમાવાની છે. તેની પ્રથમ મેચ પર્થમાં ૧૪ ડિસેમ્બરે રમાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ટ્રેવિસ હેડ, કેમરૂન ગ્રીન, સ્કોટ બોલેન્ડ અને જોશ હેઝલવુડને ટીમમાં સ્થાન મળ્યું છે.
ટીમે બેટિંગ માટે ખૂબ જ અનુભવી ખેલાડીઓની પસંદગી કરી છે. ઉસ્માન ખ્વાજા, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરને તક આપવામાં આવી છે. ઓલરાઉન્ડર ખેલાડી કેમરૂન ગ્રીન અને મિશેલ માર્શ પણ ટીમનો ભાગ છે. વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરી પાકિસ્તાન સામેની પ્રથમ મેચની પ્લેઈંગ ઈલેવનમાં જોવા મળી શકે છે.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટ માટે ટીમમાં છ બોલરનો સમાવેશ કર્યો છે. કેપ્ટન કમિન્સની સાથે સ્કોટ બોલેન્ડ, જોશ હેઝલવુડ, નાથન લિયોન, મિશેલ સ્ટાર્ક અને લાન્સ મોરિસ પણ ટીમમાં સામેલ છે.
પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમરૂન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, લાન્સ મોરિસ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર.