મનોરંજન

તૃપ્તિ ડીમરીના બોલ્ડ સીનને જોઈને તમે દંગ રહી જશો…

2023ની મોસ્ટ એવેટેડ ફિલ્મમાંતી એક રણબીર કપૂર અને બોબી દેઓલની એનિમલ ફિલ્મને પહેલી ડિસેમ્બરે રિલીઝ થઈ હતી, જેમાં ફિલ્મને મિક્સ રિસ્પોન્સ મળ્યો છે, પરંતુ એનિમલ ફિલ્મ સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચામાં છે. ફિલ્મમાં રણબીર કપૂર અને તૃપ્તિ ડિમરી સાથે રોમાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયો ક્લિપ વાઈરલ થયા પછી સૌને ઉત્સુકતા વધી છે કે આખરે તૃપ્તિ ડિમરી કોણ છે.

એનિમલમાં રણબીર કપૂરની સાથે ભલે લીડ રોલમાં રશ્મિકા મંદાના છે, પરંતુ વધુ સેક્સી તૃપ્તિ લાગે છે. બંને વચ્ચેના ઈન્ટિમેટ સીનના કારણે ચર્ચામાં છે. બંને કિસ કરતા જોવા ણલે છે. એનિમલમાં રણબીર અને તૃપ્તિની કેમેસ્ટ્રી પણ લોકોને વિશેષ પસંદ પડી છે. ચાહકોને કહેવું છે કે તૃપ્તિને વાસ્તવમાં લીડ રોલ કરવો જોઈતો હતો.

હવે તમને એ વાત જણાવી દઈએ કે એનિમલના આ સીનને લઈન તૃપ્તિ ચર્ચામા છે, પરંતુ એના અગાઉ અનેક ફિલ્મોમાં પણ જોવા મળી હતી. તૃપ્તિ ડીમરી 2017માં રિલીઝ થયેલી મોમ ફિલ્મમાં પણ જોવા મળી હતી. નાની ભૂમિકામાં જોવા મળી હતી, ત્યારબાદ સની દેઓલ, બોબી દેઓલની ફિલ્મમાં પોસ્ટર બોયઝમાં જોવા મળી હતી. ત્યારબાદ લૈલા મજનુમાં લીડ રોલમાં જોવા મળી હતી.

આ પછી તૃપ્તિ ઓટીટી પર રિલીઝ થયેલી બે ફિલ્મો બુલબુલ (2020) અને કાલા (2022)માં જોવા મળી હતી. બોલિવૂડની મુખ્ય ફિલ્મોના દર્શકોમાં તેમની ઓળખ થઈ શકી નહીં, પણ હવે એનિમલે તેને એક જ ઝાટકે ફેમસ કરી દીધો. તૃપ્તિના આ દ્રશ્યની સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button