મરણ નોંધ

હિન્દુ મરણ

નાઘેર દશા શ્રીમાળી વણિક સમાજ
ઉનાનિવાસી, હાલ વાશી સ્થિત સ્વ. નર્મદાબેન અને સ્વ. ગુલાબચંદ વિરજી શેઠના સુપુત્ર હરેશકુમાર શેઠ (ઉં. વર્ષ ૭૩) શનિવાર તારીખ ૨-૧૨-૨૦૨૩ના શ્રીજી ચરણ પામેલ છે. તે સ્મિતાબેનના પતિ, ચી. નિકુંજ તથા ચી. હિતેશના પિતાશ્રી, અ. સૌ. મિતલ તથા અ.સૌ. અમિષાના સસરા. તે રાશિ, ભવ્ય તથા જિયાનના દાદા. તે સ્વ. કિર્તીભાઇ, સ્વ. ચંદનબેન તથા વિનોદભાઈના ભાઈ. તે સ્વ. જયચંદ તુલસીદાસ મહેતાના જમાઈ. તેમની પ્રાર્થના સભા સોમવાર તારીખ ૪-૧૨-૨૦૨૩ના સાંજે ૫.૦૦ થી ૬.૩૦ કલાકે બીએપીએસ સ્વામીનારાયણ કલાકેન્દ્ર, પ્લોટ નંબર ૨૦૦, સેક્ટર ૧૨-૧૦એ, મીની સી શૉર રોડ, વાશી, નવી મુંબઇ ૪૦૦ ૭૦૩ ખાતે રાખવામાં આવી છે.
કચ્છી બ્રહ્મક્ષત્રિય
ઉમરશી ગોપાલજી વીંછી, (ઉં. વ. ૭૩) ગામ વાંકી હાલ ડોમ્બિવલી તે તા. ૧-૧૨-૨૩ શુક્રવારના રામશરણ પામેલ છે. તે સ્વ. ગોપાલજી કલ્યાણજી વીંછી (વાંકી)ના સુપુત્ર. તે સ્વ. મિનાક્ષીબેનના પતિ. તે સ્વ. વિઠ્ઠલદાસ વાલજી છાટબાર (બાયઠ)ના જમાઇ. તે સ્વ. પરસોતમભાઇ, સ્વ. વાલજીભાઇ, ગં. સ્વ. રૂક્ષ્મણીબેન ગંગારામ છાંટબાર (ઘાવડા), ગં. સ્વ. રૂક્ષ્મણીબેન પ્રાણલાલ મચ્છર (ભુજ)ના ભાઇ. તે પ્રિતી કુંતલ મહેતા, બિજલ જયેશ શાહ, મેઘના તારક મહેતાના પિતાશ્રી. તે રૂદ્ર, ભૂમિ, ખુશ, રિદ્ધિ અને દર્શના નાના. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૪-૧૨-૨૩ સોમવારના સાંજે ૪થી ૫. ઠે. પાંજી વાડી, બેન્કવેટ હોલ, ૧૨૯૪-૧/૨, કાંજુર વિલેજ, રેલવે સ્ટેશનની બાજુમાં, કાંજુર માર્ગ (ઇસ્ટ) દશા પ્રથા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
રાજુલાવાળા હાલ ભાઇંદર (ઇસ્ટ) સ્વ. તારાબેન ગંગાદાસ જમનાદાસ ભુતાના પુત્ર જયકિશોરભાઇ (ઉં. વ. ૭૭) તે પ્રવિણાબેનના પતિ. અ. સૌ. નિમિષાબેન, હેમંતભાઇ, ચિરાગભાઇ, નિકુંજભાઇના પિતાશ્રી. હિતેષકુમાર કાણકિયા, રેખાબેન, સંગિતાબેન, પિંકીબેનના સસરા. વિનોદભાઇના ભાઇ. રિદ્ધિ તથા જાનવીના નાના. રુચિના દાદા. અમરેલીવાળા સ્વ. કરસનદાસ જમનાદાસ મહેતાના જમાઇ સોમવાર, તા. ૨૭-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મચ્છુ કઠિયા સઇ સુતાર
બાલંભા નિવાસી હાલ કલ્યાણ વાલજીભાઇ શામજીભાઇ સાંચલા (ઉં. વ. ૮૭) શુક્રવાર, તા. ૧-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. સુશીલાબેન (કંચનબેન)ના પતિ. તે અતુલભાઇ તથા સંજયભાઇના પિતાશ્રી. તે અંજનાબેનના સસરા. તે પૂજા તથા ભવ્યના દાદા. તે પડધરીવાળા સ્વ. મોહનલાલ શવજીભાઇ ચૌહાણના જમાઇ. તે સ્વ. ડાહ્યાભાઇ, સ્વ. દામજીભાઇ, સ્વ. જગજીવનભાઇ, સ્વ. જયંતીભાઇ, સ્વ. ધનકુંવરબેન, સ્વ. દિવાળીબેન તથા વિજયાબેનના ભાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દિશા દિશાવાળ
ડાકોર હાલ અંધેરી રમણલાલ શંકરલાલ શાહ (ઉં. વ. ૯૫) શુક્રવાર, તા. ૧-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે વિરેન શાહના પિતાશ્રી. તે વંદના વિરેન શાહના સસરા. તે કિરણબેન અરુણકુમાર શાહ, આશાબેન કમલેશકુમાર શાહ, વિશાખાબેન અતુલકુમાર પરીખ, નિલમબેન સંજયકુમાર શાહના ભાઇ. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૫-૧૨-૨૩ના સાંજે ૪થી ૬. ઠે. લેખા સોસાયટી, વી.પી. રોડ, અંધેરી (વેસ્ટ).
હાલાઇ લોહાણા
મૂળ ગામ પાજોદ, હાલ પુણે નિવાસી સ્વ. સરોજબેન તથા ગોપાલદાસ(બાબુભાઇ) ધારશીભાઈ કાનાણીના દીકરા જયેન્દ્રભાઈ (ઉં.૭૫ વર્ષ) તે જયશ્રીબેનના પતિ. સમીર, શીતલ અતુલ ગાંધી અને દીપાલી સમિત ઑસ્વાલના પિતા, તુલસીના સસરા, ઈન્દિરાબેન ભગવાનદાસ ગણાત્રા, મીનાબેન પ્રકાશભાઈ કાપડીઆ, સુલોચનાબેન અજિતભાઈ રવાણી તથા કિરીટના મોટાભાઈ, ભીવંડીવાળા છગનલાલ મેઘજી રાયચાના જમાઈ, તા.૧.૧૨ ૨૩ ના શ્રીજી ચરણ પામ્યા છે. પ્રાર્થના સભા તા. ૪.૧૨ ૨૩, ઠે. ગુજરાતી હાઈસ્કૂલ ખાતે પરમાર હોલ, ૧૪૩૬, કાસબા પેઠ, દારૂવાલા પુલ, પુણે ૧૧માં, ૫-૦૦ થી ૬.૩૦ દરમ્યાન રાખેલ છે.
નાઘેર દશા શ્રીમાળી વણિક સમાજ
ઉના નિવાસી હાલ વાશી સ્વ. નર્મદાબેન અને સ્વ.ગુલાબચંદ વિરજી શેઠના સુપુત્ર હરેશ કુમાર શેઠ (ઉં. વ. ૭૩. શનિવાર તારીખ ૨-૧૨-૨૦૨૩ ના શ્રીજી ચરણ પામેલ છે. તેઓ સ્મિતાબેનના પતિ. ચી. નિકુંજ તથા ચી. હિતેશના પિતાશ્રી, અ. સૌ.મિતલ તથા અ.સૌ. અમિષાના સસરા. રાશિ, ભવ્ય તથા જિયાનના દાદા. તે સ્વ. કિર્તીભાઇ, સ્વ. ચંદનબેન, તથા વિનોદભાઈના ભાઈ, તે સ્વ. જયચંદ તુલસીદાસ મહેતાના જમાઈ. તેમની પ્રાર્થનાસભા સોમવાર તારીખ ૪-૧૨-૨૦૨૩ના સાંજે ૫.૦૦ થી ૬.૩૦ કલાકે નીચેના સ્થળે રાખેલ છે.
શિહોર સંપ્રદાય ઔ. અગિયારસ બ્રાહ્મણ
કુકડ નિવાસી (હાલ અંધેરી) નટવરલાલ ત્રિવેદી (ઉં. વ. ૮૯) તે સ્વ. નર્મદાબેન પરમાણંદદાસ ત્રિવેદીના પુત્ર. યોગેશભાઈ, પરેશભાઈ તથા પ્રતિમાબેન બિપીનકુમાર ભટ્ટ (ભાયંદર)ના પિતાશ્રી. રૂપાબેન તથા જાગૃતિબેનના સસરા. તે સ્વ. કાંતિલાલ તથા સ્વ. જ્યોતિબેન દેસાઈ તથા મધુબેન જાનીના મોટા ભાઈ, તે ગં.સ્વ. મંજુલાબેન ત્રિવેદીના જેઠ તથા રાજેશ અને મિલનના મોટા પપ્પા. પ્રતાપરાય, રવિશંકર અને વામનરાય ત્રિવેદીના કાકાના દિકરા, દેવશંકર અને શિવશંકર કનાડાના મોટા જમાઈ. તે તા. ૩૦/૧૧/૨૩ના કૈલાશવાસ થયેલ છે. તેમની સાદડી તા. ૪/૧૨/૨૩ ના સોમવાર સાંજે ૪ થી ૬ કલાકે મુકતિધામ હોલ, પારસીવાડા, અંધેરી (ઈ). તેમની ઉત્તરક્રિયા તા. ૧૧/૧૨/૨૩ ને સોમવારે રામવાડી, વિભાગ નં ૨ ભાવનગર મુકામે રાખેલ છે. બન્ને પક્ષની સાદડી સાથે
રાખેલ છે.
શ્રીમાળી સોની
કચ્છ અંજાર હાલ મુંબઈના શાંતિલાલ જેઠાલાલ ઝવેરી, (ઉં.વ.૯૭), તે સ્વ. જ્યોતિબેનના પતિ. તે સ્વ. જમનાદાસ નકાભાઈ જડિયાના જમાઈ. તે દેવયાની, મનોજ, કલ્પના, હેમલ અને પારુલના પિતાશ્રી. તે અરવિંદકુમાર, અ. સૌ. મયુરી ,સ્વ. કલ્પિતકુમાર, અ. સૌ. ચેતના, અને ભરતકુમારના સસરાજી, તા. ૦૨.૧૨.૧૯૨૩ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સદગતની યાદમાં પ્રાર્થનાસભા તા. ૪ ડિસેમ્બર ૨૦૨૩ સોમવાર, ૫:૩૦ થી – ૭:૩૦ સાંજે, ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર (આઈ.એમ.સી.) સામે ચર્ચગેટ, સ્ટેશન, આઈ.એમ.સી. માર્ગ, મુંબઈ, મહારાષ્ટ્ર ૪૦૦૦૨૦, સસરા પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે.
સુરત વિશા ઓશવાલ
સત્યેન હિરાચંદ ઝવેરી (ઉં.વ.૬૨) તા. ૨-૧૨-૨૦૨૩ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. માલવીકાબેન હિરાચંદના પુત્ર. પ્રિતીબેનના પતિ, પ્રિયમ અને કેવિન સરકારના પિતા. કહાન અને કિયારાના નાના. શ્રીમતી સદગુણાબેન અશ્ર્વીનભાઈના જમાઇ. લોઢા કિયારા, વરલી, મુંબઈ, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત