ધર્મતેજ

નિંદ કરતાં નિંદ ગઇ

આચમન -અનવર વલિયાણી

વર્તમાન સમયની વાસ્તવિકતા બ્યાં કરતી જનાબ શેખ આદમ આબુવાલાના શે’રની બે પંક્તિઓથી આજના લેખની શરૂઆત કરીએ :
ઊંઘ્યા હતા અમે બહુ તેની સજા મળી,
બાકીની જિંદગીને મળ્યા છે ઉજાગરા
નિંદર કયારે નથી આવતી?

  • જયારે જ્યારે શરીરમાં આંતરિક કે બાહ્ય તકલીફ આવે.
  • મન, બુદ્ધિ, લાગણીઓ અશાંત થાય ત્યારે ત્યારે નિંદર વેરણ થઇ જાય છે.
  • ઉપરાંત
  • ઉશ્કેરાટ વધારે તેવી અતિશ્યોક્તિવાળી ટી. વી. સિરિયલો, મારધાડ-ખૂન ખરાબાવાળી ફિલ્મો જોતા હો કે તેવા પ્રકારનાં સાહિત્ય વાંચવાનો ‘શોખ’ રાખનારાઓ અનિદ્રાના શિકાર બની જતા હોવાનો એક અભ્યાસ છે.
  • હિતેચ્છુ મિત્રોના બદલે તાળીઓ પાડનારા, વ્યસની, વાતવાતમાં ગાળો બોલનારા મિત્રોનો સંગાથ હોય.
  • ન્યાય કરવાનું ઇશ્ર્વર કે અદાલતના બદલે પોતાના હાથમાં રાખ્યું હોય.
  • પોતાનું કેલીબર, લાયકાત, જ્ઞાનશક્તિ વધાર્યાં વિના માગ્યા કરતા રહેવાની કૂટેવ હોય.
  • એકતરફી વ્યવહાર-અપેક્ષા, સામેવાળી વ્યક્તિ ફકત પોતાને જ આપે તેવી ભાવના-વલણ હોય અને ન મળે તેથી દુ:ખી અસંતોષ રહેતો હોય તેવી વ્યક્તિની રાતની નિંદ અને દિવસના ચેન-શુકુન, શાંતિ વેરણ થઇ જતી હોય છે એ સાથે અદેખાઇ, સામે વાળાના અવગુણો કાઢવા, ક્રોધ, તોછડાપણું, આત્મા મરી પરવાર્યું હોય તેથી ઇશ્ર્વર સાથે વાત કરવાની, તેણે દોરેલી લક્ષ્મણ રેખાની હદને ઓળંગવાની, દુઆ-પ્રાર્થના, સારા સાહિત્યના વાંચન વગેરે જેવી બાબતો પ્રત્યે અણગમો નિંદન વેરણ કરી નાખવાનાં અનેક કારણોમાંનાં કેટલાંક દેખીતાં કારણો છે.
    સનાતન સત્ય:
  • તામસી,
  • રાજશી ખોરાક,
  • ઠાંસી, ઠાંસીને-ભરપેટ ખાવધ્રાપણું હોય તેવાઓને પ્રશ્ર્નો ઊભા થાય. ઉકેલ ન મળે, જાણે પાંજરામાં ફસાયા છે તેવો અહેસાસ (અનુભૂતિ) થાય, પ્રશ્ર્ન હલ કરવાની શક્તિનો અભાવ હોય તેથી ચિંતા-તાણ વર્તાય ત્યારે નિંદર ન આવે.
  • કુંભકર્ણ છ મહિના જાગે અને છ મહિના સુધી ઊંઘે.
  • અર્ધી ઝિંદગી મૂર્છામાં, અર્ધી ઝિંદગી જાગૃતિ હોવા છતાં જાગૃત નથી.
  • એ જાગૃત ઝિંદગીનો શું ઉપયોગ કરે છે તેના પર બધો આધાર છે.
    બોક્સ…
  • આપણો દેશ સાધુ, સંતો, શાહોનો દેશ છે.
  • ઘણા સાધકો, મહાત્માઓ, સૂફીઓ વહેલી પરોઢે પક્ષીઓનો પહેલો ટહુકો, કલરવ સંભળાય તે પૂર્વે ઊઠી ધ્યાન, સાધના, બંદગી-પ્રાર્થના, ચિંતન, મનનમાં લીન થઇ જતા હોય છે. પ્રભુમય બની જતા હોય છે.
  • આવા પ્રભુમય-ધ્યાનમગ્ન થનારા અભ્યાસુઓ-સાધકોને નિંદ્રા નથી આવતી તેવી ફરિયાદ હોતી જ નથી.
    ધર્મસંદેશ :
  • જાગૃતતાવાળા મનુષ્યનાં વાણી, વિચાર, વર્તન, વ્યવહાર એવાં હોય છે કે તે શાંતિ-શુકુન-યુક્ત નિંદ્રા માણી શકતા હોય છે. એક સવાલ…. હવે તમને વિચારવાનું છે કે તમે કઇ શ્રેણીમાં આવો છો…
    • * *
      ધર્મ-અધર્મ
  • ધર્મ એ પિતા છે, ધર્મ એ મા છે
  • પત્નીની પસંદગી હોય,
  • માની પસંદગી હોય નહીં.
  • ધર્મ બદલી ન શકાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button