યુવાજગતનો સૂત્રધાર અને કર્ણધાર કોણ હોઈ શકે ?
માનસ મંથન -મોરારિબાપુ
આજે મારે કહેવું છે, યુવા જગતનો કર્ણધાર (સુકાની ) કોણ હોઈ શકે ? આ જગતની ફાટફાટ થતી યુવાની ! તમે જ્યાં જાઓ ત્યાં જુવાનો જ વધારે દેખાય છે ! આ ફાલને લણી ન લેવાય, એને પાણી પવાય; એના મૂળને સિંચો પ્રેમથી અને ભાવથી. કેટલું મોટું કામ યુવાની કરી શકે એમ છે ? તો, યુવાનોનો કર્ણધાર કોણ હોઈ શકે અને કેવો હોવો જોઈએ ? એનું શોષણ ન થાય, પોષણ થાય. મને ઘણા પાત્રો ‘રામાયણ’ના દેખાય; પણ કોઈ ખાસ પાત્ર મૂકવું હોય તો યુવાનીનો કર્ણધાર હનુમાનજી સિવાય કોઈ ન હોઈ શકે. હું તમને પ્રમાણ આપું, રામની સેનામાં કોઈ ઘરડું નહોતું, એક જામવંત સિવાય. હું ધાર્મિક દૃષ્ટિએ નથી કહેતો, સાહેબ ! પણ માનવીય દૃષ્ટિથી જોશો તો પણ હનુમાનજીના જે ગુણો છે તેના પર આપણે વિચારીએ તો આપણે કહેવું જ પડે કે આજની યુવાનીનો સૂત્રધાર હનુમાનજી સિવાય બીજો કોઈ થઈ શકે એમ નથી. યુવાનો નિષ્ક્રિય થતા હોય, હતોત્સાહ થતા હોય, એવા યુવાનોને બળ પુરું પાડે, એને બળવાન બનાવે અને સમાજના યુવાનોને બળવાન એ જ બનાવી શકે, જે પોતે અત્યંત બળવાન હોય. કેવળ ધાર્મિક દૃષ્ટિથી નહીં લેશો, પ્લીઝ! આ હનુમાનજી કંઈ વાનર નથી; આપણી આંખ ઊઘડે તો આપણા વાનરવેડા બંધ થઈ જાય એવો આ દેવ છે. એ તો વિગ્રહ એવો છે. યુવાનોનો કર્ણધાર હનુમાન બને તો આત્મબળ, મનોબળ, બુદ્ધિબળ વધશે. હનુમાન પવનપુત્ર છે અને પવન કોઈ ધર્મ કે મજહબનો નથી હોતો. બધાને એની જરૂર પડે જ. માટે નક્કી કરજો-
અળેફ ડજ્ઞમટળ રુખટ ણ ઢફવિ
વણૂર્પૈટ લજ્ઞઇૃ લમૃ લૂઈં ઇંફઇૃ ॥
તો બાપ ! હનુમાનજી પાસેથી યુવાનોએ ઘણું બધું શીખવાનું હોય છે. હનુમાનજીના જે નવ સ્વભાવિક સદ્ગુણ છે એને પણ કોઈ આત્મસાત કરી લે તો કૃતકૃત થઈ જાય. હનુમાન નો પહેલો સદ્ગુણ છે અભય. બીજું છે અજરતા. ઉત્સાહ ક્યારે ક્ષીણ ન થાય એ અજરતા છે. રામકાર્યમાં છલાંગ લગાવવાની રોજ, નિત્ય નૂતન સ્ફૂર્તિ એ એની અજરતા છે. અમરતા, ક્યારેય ભૂલી નહીં શકાય હનુમાનજીની. જ્યાં સુધી રામકથા ધરતી પર ચાલતી રહેશે ત્યાં સુધી હનુમાનજી બિરાજમાન છે. એ એમની અમરતા છે. અભય, અજર, અમર, અખંડ વિશ્ર્વાસ એ એનો સ્વાભાવિક ગુણ છે. ઘનિભૂત વૈરાગ્ય એ એનો સ્વાભાવિક ગુણ છે. અસંગતા સ્વાભાવિક ગુણ છે પરંતુ અનાસક્તિ એ વિશેષ સ્વાભાવિક ગુણ છે. માણસ અસંગ તો હોય છે પરંત અનાસક્ત નથી થઈ શકતો. અંદરથી આસક્તિ ભરપૂર હોય છે. હનુમાન અસંગ પણ છે અને અનાસક્ત પણ છે. નિર્ભર પ્રેમ મગન હનુમાના હનુમાનજી પ્રેમસ્વરૂપ છે અને હનુમાનજી શંકરાવતાર હોવાને કારણે કરુણાથી ભરપૂર છે.
આવા નવ- નવ લક્ષણ મને દાદાજી દ્વારા બતાવવામાં આવેલાં. પછી મેં પૂછ્યું કે દાદા, આ નવ આપણે કેવી રીતે આત્મસાત કરી શકીએ? એમાં થોડી રાહત કરી આપો ! પછી થોડું મુસ્કુરાતા કહી દીધું કે ચાલો, બધું છોડો. એક ગુણ લઈ લો. નવ, નવનો મતલબ છે રોજ નૂતન રહેવું. રોજ નવીન રહેવું. વાસી ન થવું. હનુમાન રોજ નવીન છે, નૂતન છે. માણસ રોજ નૂતન હોવો જોઈએ.
તમારામાંથી કોઈ પાછું મને કહે કે બાપુ, હજી વધારે સરળ કરો. તો હનુમાનજીનો એક ગુણ શીખી લો. બહિરદર્શન પણ કરો. અંતદર્શન પણ કરો. આપણને એવું શીખવવામાં આવ્યું છે કે અંતર દર્શન કરો. અંતર દર્શન સારું છે; એ સારી વાત છે અંતરમુખતા બહુ જ આવશ્યક છે. પરંતુ હનુમાનજીએ તો આપણને એ પણ શીખવ્યું કે બહિર્મુખ પણ થાઓ. પરમાત્માની સૃષ્ટિ બહુ સુંદર છે. બહિર્મુખતા હનુમાનજીની સિદ્ધિ છે. મોટા મોટા મુનિઓનું મન મોહી લે એવું જે સૌંદર્ય લંકામાં ફેલાયેલું હતું એને શ્રી હનુમાનજી પાવન આંખોથી વિવેકદૃષ્ટિથી જુએ છે. એમની બહિ ર્મુખતાએ એમના મનમાં કોઈ દૂષણ પેદા નથી કર્યું. હનુમાનજી શીખ આપે છે કે ગુરુકૃપાથી દ્રગવિવેક આવી જાય તો પરમાત્માની જે શોભા ફેલાયેલી છે, આ સુંદર પૃથ્વી છે એનું દર્શન પવિત્ર આંખે કરી શકાય. તો યુવાનીમાં એ શીખવું જોઈએ કે અંતર્મુખ પણ થવું જોઈએ અને પવિત્ર નજરે બહિરદર્શન પણ કરવું જોઈએ.
યુવાન ભાઈ – બહેનો મધુ પ્રાપ્ત કરવા માટે ઉડાન જોઈએ. જીવનના સત્વતત્ત્વ માટે, જીવનના બ્રહ્માનંદ માટે, પરમાનંદ માટે, જીવનની મસ્તી માટે યુવાનીમાં ઉડાન ભરવી જોઈએ. સંતો પાસેથી સાંભળ્યું છે, હનુમાનજીએ મધુ માટે ચાર વાર ઉડાન ભરી છે. હનુમાનજી યુવાનીના પ્રતીક છે. માણસ ખુદ પોતાનો આદર્શ બનવો જોઈએ. બીજાને આદર્શ સમજીને ચાલવું એ ઉધાર આધાર છે. ઉધાર આધાર ક્યારે છટકી જાય એ કહેવાય નહીં ! અહીં પરિવર્તન થાય છે, પુનરાવર્તન નહીં. એક વૃક્ષનાં બે પાંદડા એક જેવાં નથી હોતાં. હનુમાનને ચાર વાર છલાંગ લગાવી. જન્મતાવેંત છલાંગ લગાવી એ પહેલી છલાંગ. જન્મતા જ સૂરજને જોઈને હનુમાનજીને થયું કે આ લાલ ફળ છે અને પકડવા ગયા ! ચાર ફળ તો હનુમાનજીની નજીક પડ્યા હતાં, જો દાયક ફ્લ ચારી. પરંતુ હનુમાનજીએ ધર્મ માટે છલાંગ નથી મારી. એ ખુદ ધર્મના મૂળ છે. અર્થ માટે તો ઉડયા જ નથી. સવાલ જ નથી; અને કામ; તેઓ અખંડ બ્રહ્મચારી છે, સંયમ શિરોમણિ છે. શ્રી હનુમાનજી મહારાજ એક દૂરનું ફળ ખાવા માટે ઉડાન ભરે છે, જે મોક્ષ છે, જે જ્ઞાનનું ફળ છે, પ્રકાશનું ફળ છે. યુવાનોએ પ્રકાશ માટે ઉડાન ભરવી જોઈએ; અજવાળા માટે ઉડાન ભરવી જોઈએ; વિવેક ગ્રહણ કરવો જોઈએ.
હનુમાનજીનો આશરો કરનારાઓએ હનુમાનજીની કર્મઠતાનો પણ ઉપદેશ લેવો જોઈએ. હનુમાનજી આમ તો કંઈ નથી કરતા, અક્રિય છે. પરંતુ અક્રિયતામાંથી જન્મેલી સક્રિયતાએ ઘણું કરી દેખાડ્યું ! હનુમાનજીમાંથી યુવા જગત ઘણી પ્રેરણા લઈ શકે છે, એટલા માટે તુલસી કદાચ યુવાનો માટે બોલ્યા છે- રૂૂરુથ્ વળજ્ઞણ ટણૂ ઘળણિઇંજ્ઞ લૂરુપફળજ્ઞ ક્ષમણ – ઇૂંપળફ કુમાર અવસ્થાવાળા ભાઈ બહેનો માટે આવો સંકેત છે- રૂબ રૂૂરુથ્ રુમદ્મળ ડજ્ઞવળ્ પળજ્ઞરુવ વફવળ્ ઇંબજ્ઞય રુરૂઇંળફ યુવાવસ્થામાં પ્રવેશ કરતી વ્યક્તિને ત્રણ વસ્તુની જરૂર હોય છે- બુદ્ધિની, બળની અને વિદ્યાની. અને એ હનુમાનજી પાસેથી પ્રાપ્ત થાય છે. હનુમાનજી જળતત્ત્વ પણ છે. ભગવાન રામની કથા સાંભળે છે ત્યારે એમની આંખોમાંથી અશ્રુધારા વહે છે. હનુમાનજી પૃથ્વી પણ છે. હનુમાનજી સૂર્ય છે.
હનુમાનજી સૂર્યના શિષ્ય છે એટલે એમનામાં સૂર્યતત્ત્વ છે. હનુમાનજી રામના ઉપાસક છે. રામ ચંદ્ર છે એટલે તેઓ ચંદ્રતત્ત્વ પણ છે. અને જેની ઉપાસના કરે એના લક્ષણો માણસમાં આવી જાય.
સંકલન
જયદેવ માંકડ
(યુવાનીને બાપુનું આહ્વાન ૨૦૨૨)