અભિ-એશ હમ સાથ સાથ નહીં હૈ? હવે અભિષેકના એ ફોટોને કારણે ચર્ચાનો દોર શરું…
![Abhi-ash hum saath saath nahi hai? Now because of Abhishek's photo, the thread of discussion started...](/wp-content/uploads/2023/12/Jignesh-Pathak-13.jpg)
ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે સબ કુછ ઠીક નહીં હૈ એવી ચર્ચા છેલ્લાં કેટલાય સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે અને એનો વધુ એક પુરાવો આજે અમે અહીં તમારી સામે લઈને આવ્યા છીએ. સોશિયલ મીડિયા પર પણ આને કારણે જાત જાતની ચર્ચા અને અટકળો વ્યક્ત કરાવવામાં આવી રહી છે. નેટિઝન્સ એવી શંકા વ્યક્ત કરી રહ્યા છે કે અભિ અને એશ બંને છુટા પડી ગયા છે કે શું કારણ કે બંને જણ લાંબા સમયથી એકબીજા સાથે દેખાઈ નથી રહ્યા.
હવે ફરી એક વખત અભિષેકે તેના લગ્નજીવનને લઈને એક મહત્ત્વનો ઈશારો ફેન્સને આપ્યો હતો. સોશિયલ મીડિયાી પર એવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં અભિષેકની આંગળીમાંથી તેની વેડિંગ રિંગ ગાયબ થઈ ગઈ છે અને અભિષેકની વેડિંગ રિંગવાળી આંગળીઓએ લોકોને ફરી ચિંતામાં મૂકી દીધા છે.
અભિષેકનો આ વેડિંગ રિંગના હોય એવો ફોટો પોસ્ટ કરતાં એક નેટિઝન્સે લખ્યું હતું કે અભિષેક છેલ્લાં કેટલાક સમયથી પબ્લિક અપિયરન્સ દરમિયાન વિધાઉટ વેડિંગ રિંગ વગર જ જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી આ તસવીર એક ઈવેન્ટની છે અને અભિષેક સ્ટેજ પર બેઠેલો છે. લાઈટ સ્કાય બ્લ્યુ કલરનો શર્ટ, સ્કાય બ્લ્યુ ટ્રાઉઝર, ટાઈ અને જેકેટમાં અભિષેક એકદમ સ્માર્ટ લાગી રહ્યો છે પણ તેમ છતાં વેડિંગ રિંગ વગરની તેની સૂની આંગળીઓએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું હતું. આ પહેલાં પણ અભિષેક વિકી કૌશલની ફિલ્મ સામ બહાદુરના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પણ પહોંચ્યો હતો અને એ સમયે પણ તેની આંગળીમાં વેડિંગ રિંગ જોવા મળી નહોતી.
![](/wp-content/uploads/2023/12/abhi.jpg)
આ બધાને કારણે હવે સોશિયલ મીડિયા યુઝર્સમાં એવી ચર્ચા ચાલી રહી છે કે શું અભિષેક અને ઐશ્વર્યા રાય-બચ્ચનનું 16 વર્ષનું લગ્નજીવન જોખમમાં મૂકાયું છે? અત્રે ઉલ્લેખનીય છે કે 20મી એપ્રિલ, 2017ના એશ અને અભિષેકના લગ્ન થયા હતા અને બંનેને એક દીકરી પણ છે આરાધ્યા.
આ પહેલાં પણ ઐશ્વર્યા રાય બચ્ચનના જન્મદિવસ પર, અભિષેક સિવાય બચ્ચન પરિવારના કોઈ પણ સભ્યએ તેને શુભેચ્છા પાઠવી નહોતી અને દિવાળી પર પણ એશની ગેરહાજરીમાં શ્વેતા બચ્ચન-નંદાએ જ લક્ષ્મી પૂજન કર્યું હતું એ સમયે પણ આવી જ ચર્ચા ચાલી હતી.