તેરા જલવા જીસને દેખા…: સારા ખાનનો એથનીક લૂક કરી રહ્યો છે ફેન્સને ઘાયલ
માતા અમૃતા સિંહની કાર્બન કૉપી લાગતી સારા અલી ખાન સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. આજે તેણે પોતાની અમુક તસવીરો મૂકી છે જેને જોઈને ફેન્સ ઘાયલ થઈ ગયા છે. સારાએ એકદમ ભારતીય, સાદા લૂકની તસવીરો શેર કરી છે.
સારા અલી ખાન તેની એક્ટિંગ માટે જેટલી ફેમસ છે તેટલી જ તે તેની ડ્રેસિંગ સેન્સને કારણે પણ ચર્ચામાં રહે છે. અભિનેત્રી ઘણીવાર પોતાની ફેશનથી બધાને દંગ કરે છે. તેની નમ્રતાના વીડિયો પણ ઘણા વાયરલ થાય છે. તે ક્યારેક એથનિક તો ક્યારેક બિકીની લુકમાં પોતાની તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવે છે.
બ્લ્યુ કલરના આઉટફીટમાં તે ખરેખર મનમોહક લાગે છે અને તેને એક નજરે જોવાનું મન થઈ જાય છે.
કાનની બુટ્ટી, ખુલ્લા વાળ અને ડાર્ક લિપ શેડ સાથે લાઈટ મેકઅપ સારા અલી ખાનના આ લુકમાં સારા નિર્દોષ ભારતીય છોકરી જેવી દેખાય છે.
ફેન્સ તેના મોઢામાંથી બ્યુટીફુલ નીકળી રહ્યું છે અને સૌ કોઈ તેના વખાણ કરી રહ્યા છે.
સારા અલી ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ફિલ્મ ‘એ વતન મેરે વતન’માં જોવા મળશે. આ ફિલ્મનું મોશન પોસ્ટર થોડા દિવસો પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું હતું. પોસ્ટરમાં સારાએ કપાળ પર બિંદી સાથે સફેદ રંગની ખાદીની સાડી પહેરેલી જોવા મળી હતી.
‘એ વતન મેરે વતન’ સત્ય ઘટનાઓ પર આધારિત એક થ્રિલર ડ્રામા ફિલ્મ છે, જેમાં સારા સ્વતંત્રતા સેનાનીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે.