મનોરંજન

ભારતીય સિનેમા શર્મશાર છેઃ એનિમલ ફિલ્મ જોઈને કેમ આવું લખ્યું સ્વાનંદ કિરકિરેએ

રણબીર કપૂરની ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસમાં ધૂમ મચાવતી હોવાના અહેવાલો છે, પરંતુ એક મોટો વર્ગ છે જે આ ફિલ્મમાં તેના રોલ અને હિંસાથી નારાજ છે. આ નારાજ લોકોમાં મરાઠી અને હિન્દી ફિલ્મોના ગીતકાર, ગાયક, પટકથા લેખક સ્વાનંદ કિરકિરે પણ સામેલ છે અને તેમણે ફિલ્મ જોયા બાદ એક પોસ્ટ લખી છે જે વાયરલ થઈ છે.

તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે આજે એનિમલ ફિલ્મ જોયા પછી મને આજની પેઢીની મહિલાઓ માટે ખરેખર દયા આવી!
તેમના કહેવા પ્રમાણે સંદીપ રેડ્ડી વાંગાએ એક એવો પુરુષ બતાવ્યો છે જે સ્ત્રી પર હાથ ઉપાડવો એ પોતાનું પુરુષત્વ માને છે. સ્વાનંદે લખ્યું – મહેબૂબ ખાનની – ઓરત, ગુરુદત્તની – સાહેબ બીવી ઔર ગુલામ, હૃષિકેશ મુખર્જીની – અનુપમા, શ્યામ બેનેગલની અંકુર અને ભૂમિકા, કેતન મહેતાની મિર્ચ મસાલા, સુધીર મિશ્રાની મેં ઝિંદા હૂં, ગૌરી શિંદેની ઈંગ્લીશ વિંગ્લીશ, વિકાસ બહેલી ક્વિન.

ભારતીય સિનેમાની આવી ઘણી ફિલ્મો છે, જેણે મને શીખવ્યું કે સ્ત્રીનું સન્માન કેવી રીતે કરવું, તેના અધિકારો, તેની સ્વાયત્તતા બધાને સમજવા. મારી વર્ષો જૂની વિચારસરણીમાં હજી ઘણી ખામીઓ છે. મને ખબર નથી કે હું સફળ થયો કે નહીં, પરંતુ આજે પણ હું મારી જાતને સુધારવાનો સતત પ્રયાસ કરી રહ્યો છું. બધા સિનેમા માટે આભાર.

પણ આજે એનિમલ ફિલ્મ જોયા પછી મને આજની પેઢીની સ્ત્રીઓની ખરેખર દયા આવી! તમારા માટે ફરીથી એક નવો માણસ તૈયાર કરવામાં આવ્યો છે, જે વધુ ડરામણો છે, તે તમને માન આપતો નથી અને જે સ્ત્રીને નમાવવા, દબાવવા પર ગર્વ કરે છે. તેમણે એમ પણ લખ્યું કે જ્યારે રશ્મિકાને માર પડતો હતો અને છોકરીઓ સિનેમા હૉલમાં તાળીઓ પાડી રહી હતી ત્યારે મારા મનમાં મેં સમાનતાના દરેક વિચારને શ્રદ્ધાંજલિ આપી હતી. હું ઘરે આવ્યો છું. નિરાશ, હતાશ અને નિર્બળ.

સ્વાનંદે આગળ લખ્યું કે આ ક ફિલ્મ અઢળક કમાણી કરી રહી છે અને ભારતીય સિનેમાના ગૌરવવંતા ઈતિહાસને શરમાવે છે! મારા મતે, આ ફિલ્મ ભારતીય સિનેમાનું ભવિષ્ય નવેસરથી એક અલગ, ભયંકર અને ખતરનાક દિશામાં નક્કી કરશે!
સ્વાનંદની આ પોસ્ટે નવી ચર્ચાને જન્મ આપ્યો છે. સોશિયલ મીડિયા પર એકે લખ્યું કે આ ફિલ્મનો કોઈ બૉયકોટ નહીં થાય, કોઈની ભાવનાઓને ઠેસ પહોંચશે નહીં! સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે! પણ અમને ગર્વ છે કે તમારા જેવો સંવેદનશીલ માણસ આ સમાજમાં છે! પરંતુ આવી ફિલ્મો કિશોરો માટે ખતરનાક છે કારણ કે તેમના રોલ મોડેલ આ મૂવીના લોકો છે! બીજાએ લખ્યું – ‘હિંસાનો મહિમા કરવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી આપણે હિંસાની કડવાશ નહીં ચાખીએ ત્યાં આપણે માનીશું નહીં.

જો કે, આ પહેલીવાર નથી જ્યારે કોઈએ સંદીપ દ્વારા નિર્દેશિત ફિલ્મ પર સવાલ ઉઠાવ્યા હોય. શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ કબીર સિંહને લઈને ઘણો વિવાદ થયો હતો.

તમે એનિમલ ફિલ્મ જોઈ હોઈ તો તમારા મત અમને કૉમેન્ટ સેક્શનમા ચોક્કસ મોકલજો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ