loksabha સંગ્રામ 2024આમચી મુંબઈટોપ ન્યૂઝ

પાંચ વાગ્યાની લેટેસ્ટ અપડેટઃ અબ કી બાર કિસ કી સરકાર?

વિધાનસભાના પરિણામોની શેરબજારમાં અસર જોવા મળશે


નવી દિલ્હી/મુંબઈઃ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભાની ચૂંટણીના આજના પરિણામોમાં અત્યાર સુધીમાં ત્રણ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને બહુમતીમાં છે, જ્યારે એક રાજ્યમાં કોંગ્રેસ બહુમતીમાં છે, પરંતુ તેની માર્કેટ પર અસર જોવા મળી શકે છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છતીસગઢમાં ભાજપ વિજયી બન્યા પછી પણ ભાજપ માટે આ રાજ્યમાં કોને મુખ્ય પ્રધાનનું પદ આપવું એ પડકાર રહેશે. પાર્ટી નવા ચહેરાને જાહેર કરે તો પણ નવાઈ રહેશે નહીં. બીજી બાજુ તેલંગણામાં બીઆરએસને સરકાર બનાવવા જેટલી બહુમતી મળી નથી, જ્યારે કોંગ્રેસ સરકાર બનાવશે.


આજે ચાર રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામોની મતગણતરી ચાલી રહી છે, ત્યારે ચૂંટણી પંચના જણાવ્યાનુસાર મધ્ય પ્રદેશની 230 બેઠકમાંથી ભાજપને 161 બેઠકમાં બહુમતી છે, જ્યારે કોંગ્રેસ 66 પર છે. છત્તીસગઢની 90 બેઠકમાંથી ભાજપ 54 તથા કોંગ્રેસને 33 બેઠક સાથે આગળ ચાલી રહી છે. એના સિવાય રાજસ્થાનની વાત કરીએ તો 199 બેઠકમાંથી 112 બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ 71 પર આગળ છે. આ ઉપરાંત, તેલંગણામાં કોંગ્રેસને 64, બીઆરએસ 40 તથા અન્યને 15 બેઠક પર બહુમતીમાં છે.


પાંચ રાજ્યની ચૂંટણીના પરિણામો પહેલા નિફ્ટીએ ઈતિહાસ બનાવીને રેકોર્ડ લેવલે પહોંચી હતી, જેમાં શુક્રવારે નિફ્ટી ઈન્ડેક્સ 1.9 ટકા વધીને 20,225 પોઈન્ટની સપાટીએ રહ્યો હતો, જ્યારે બીએસઈમાં સેન્સેક્સનું માર્કેટ કેપિટલાઈઝેશન ચાર ટ્રિલિયન ડોલરની સપાટીએ રહ્યું હતું, પરંતુ આવતીકાલે રિઝલ્ટની અસર જોવા મળી શકે છે.


ઈલેક્શનના રિઝલ્ટ પહેલા બીએસઈનું માર્કેટ કેપિટલાઈઝેશન પહેલી વખત ચાર ટ્રિલિયન ડોલની સપાટીએ પહોંચ્યું હતું, જ્યારે નિફ્ટીમાં જોશ જોવા મળ્યો હતો. આ તો રિઝલ્ટ પહેલાની વાત છે, પરંતુ શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળી શકે છે, એમ માર્કેટના વર્તુળોએ જણાવ્યું હતું. 29મી નવેમ્બરના બીએસઈનું માર્કેટ કેપિટલાઈઝેશન 4.1 ટ્રિલિયન ડોલર અથવા 3,33,26,881 કરોડ રુપિયાની સપાટીએ પહોંચ્યું છે એની સાથે ભારતીય શેરબજાર ટોચના પાંચ માર્કેટમાં સમાવેશ થયો છે. આજના ચૂંટણીના પરિણામોની 100 ટકા માર્કેટ પર અસર જોવા મળશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button