એક જ સીટ પર બે ઉમેદવારને એક સરખા વોટ મળે તો કઈ રીતે વિજેતા થાય છે નક્કી? જાણી લો અહીં…
નવી દિલ્હીઃ હાલમાં આખા દેશની નજર ચાર રાજ્યના ચૂંટણીના પરિણામો પર ટકી રહેલી છે પરંતુ શું થાય જ્યારે બે અલગ અલગ પક્ષના નેતાને એક સરખા વોટ મળશે તો શું થાય એવો સવાલ થાય એ સ્વાભાવિક છે અને અમે અહીં તમને આ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ. ક્રિકેટ મેચ કે કોઈ સ્પોર્ટ્સમાં જ્યારે આવું થાય ત્યારે ફાઈનલ રિઝલ્ટ નક્કી કરવા માટે અલગ અલગ પેરામીટર્સ સેટ કરવામાં આવ્યા છે. પરંતુ જ્યારે ઈલેક્શનમાં આવું થાય ત્યારે કઈ રીતે પરિણામ નક્કી કરવામાં આવે છે વિશે ખૂબ જ જાણતા હોય છે અને આજે અમે અહીં તમને એ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.
રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી બાદ જે પરિણામો સામે આવી રહ્યા છે ત્યાર બાદ ભવિષ્યના પ્લાનિંગને લઈને કેટલીક મહત્ત્વની ચર્ચાઓ પણ ચાલી રહી છે. પણ એ પહેલાં તમારે અહીં મત ગણતરી વિશેની એક બાબત જાણી લેવી ખૂબ જ મહત્ત્વની છે.
મત ગણતરીની વાત આવે ત્યારે આપણામાંથી ઘણા લોકોને એક સવાલ ચોક્કસ જ થઈ રહ્યો હશે અને એ સવાલ એટલે જોલ એક જ વિધાનસભાની બેઠક પર બે ઉમેદવારોને એક સરખા મત મળે તો આવી પરિસ્થિતીમાં વિજેતા કોને જાહેર કરવામાં આવે છે? તો આ સવાલનો જવાબ એવો છે કે આવી પરિસ્થિતિમાં ચૂંટણી પંચ દ્વારા લોટરી દ્વારા વિજેતા જાહેર કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જે વિજેતા લોટરી જીતે છે તેનો એક વધારાનો મત ગણવામાં આવે છે અને આ રીતે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે
ચૂંટણી પંચના નિયમોની વાત કરીએ તો આ નિયમો એવું કહે છે કે જો બે ઉમેદવારોને સમાન સંખ્યામાં મત મળે તો આવી સ્થિતિમાં લોટરી દ્વારા નિર્ણય લેવામાં આવે છે. આ અધિકાર પણ માત્ર મતવિસ્તારના વર્તમાન ચૂંટણી અધિકારીને જ આપવામાં આવેલો છે. જે પણ ઉમેદવારની તરફેણમાં લોટરી નીકળે તેને ચૂંટાયેલા અધિકારી દ્વારા વિજેતા જાહેર કરવામાં આવે છે. ત્યાર બાદ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવે છે અને ત્યારબાદ તે જિલ્લા ગેઝેટમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે.