વિધાનસભા ચૂંટણી પરિણામો
ભાજપે કહ્યું -દેશમાં બસ એક જ ગેરંટી ચાલે છે, મોદીની ગેરંટી
મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં મતગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચના આંકડા મુજબ બપોરે 2 વાગ્યા સુધીમાં મધ્યપ્રદેશમાં ભાજપ 162 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 66 અને બસપા 1 સીટ પર આગળ છે. રાજસ્થાનમાં અને છત્તીસગઢમાં પણ ભાજપ લીડ બનાવી રહી છે.
ટ્રેન્ડમાં ભાજપને બહુમતી મળતી જોઇને નેતાઓના નિવેદનો આવવા લાગ્યા છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું છે કે એકલા મોદી જ બધા પર ભારે છે. તેમણે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં પીએમ મોદી કહી રહ્યા છે, કેવી રીતે તેઓ એકલા બધા પર ભારી પડી રહ્યા છે.
ભાજપના અન્ય એક નેતા કપિલ મિશ્રાએ ટ્વિટર પર જણાવ્યું છે કે આ જીત મોદીની છે, આ જીત સનાતનની છે, આ જીત ભારતની છે, આ જીત વિકાસની છે.
ये जीत मोदी की है
— Kapil Mishra (@KapilMishra_IND) December 3, 2023
ये जीत सनातन की है
ये जीत भारत की है
ये जीत विकास की है
આ મુદ્દે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબીત પાત્રાએ પણ મઝાની પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે એક અકેલા મોદી સબ પર ભારી
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું હતું કે, “ભાજપ અને વડા પ્રધાન મોદીનું નેતૃત્વ સમગ્ર દેશના રાજકારણમાં ડંકો બજાવી રહ્યું છે… આજે આપણે પૂરા વિશ્વાસ સાથે કહી શકીએ કે ભારતના હૃદયમાં મોદીજી છે અને મોદીજીના મનમાં ભારત છે… મધ્યપ્રદેશમાં અમારી સરકાર પ્રચંડ બહુમતીથી આવી રહી છે.
રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ કમળ ખીલી રહ્યું છે. કમળ ખીલવાનો મતલબ છે વિકાસ અને સુશાસનની ગેરંટી