નવી દિલ્હીઃ આજે ચાર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. નવા ટ્રેન્ડ મુજબ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપને બહુમતી મળી છે. આ સાથે જ તેલંગાણામાં કોંગ્રેસની જીત થતી જોવા મળી રહી છે. છત્તીસગઢમાં ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક ભાજપ આગળ છે. શિવરાજ સિંહ ચૌહાણની સરકાર જબરદસ્ત પરિણામો સાથે મધ્ય પ્રદેશમાં ભાજપ ફરી સત્તામાં આવી રહી એમ લાગે છે.
આ પરિણામોથી ભાજપ ઉત્સાહિત છે. ભોપાલથી લઈને દિલ્હી સુધી ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે. ચાર રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. ટ્રેન્ડ મુજબ ભાજપને ત્રણ રાજ્યોમાં બહુમતી મળતી જોવા મળી રહી છે. પાર્ટીએ એમપી, રાજસ્થાન અને છત્તીસગઢમાં બહુમતી મેળવી છે. આ સાથે જ તેલંગાણામાં કોંગ્રેસને બહુમતી મળી છે.
કોણ કેટલી સીટો પર આગળ?
રાજસ્થાનઃ ભાજપ- 115, કોંગ્રેસ 67
મધ્યપ્રદેશઃ ભાજપ- 150, કોંગ્રેસ 75
છત્તીસગઢઃ ભાજપ-51, કોંગ્રેસ 37 તેલંગાણા: કોંગ્રેસ- 70 અને BRS-38