નેશનલવિધાનસભા સંગ્રામ

Rajasthan Election Result: ભાજપની જીત નક્કી, કાર્યાલય બહાર ઉજવણી શરુ

રાજસ્થાન વિધાનસભાચૂંટણી 2023ની મતગણતરીના ટ્રેન્ડમાં ભાજપ 117 સીટો પર, કોંગ્રેસ 66 અને અન્ય ઉમેદવારો 16 સીટો પર આગળ છે. જેને જોતા ભાજપ કાર્યાલય બહાર ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી રહ્યા છે.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023ની મતગણતરીના ચોથા રાઉન્ડની મત ગણતરીમાં ટોંક બેઠક પર સચિન પાયલટ આગળ છે. તેઓ 2822 મતોથી આગળ છે. જ્યારે કોટા ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં ત્રણ રાઉન્ડમાં UDH પ્રધાન શાંતિ ધારીવાલ 4420 મતોથી પાછળ છે.


કેન્દ્રીય પ્રધાન અને રાજસ્થાન ભાજપના નેતા ગજેન્દ્ર સિંહ શેખાવતે દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી બહુમતી સાથે જીતશે. હવે જાદુગરનો જાદુ ખતમ થઈ ગયો. તેમણે આરોપ લગાવ્યો છે કે રાજસ્થાનના લોકો સાથે અનેક પ્રકારની છેતરપિંડી કરવામાં આવી હતી પરંતુ રાજસ્થાનના લોકો સ્વાભિમાની છે. તે ખોટા વચનોમાં પડતી નથી. એટલું જ નહીં, ગજેન્દ્ર સિંહ શેખાવતે દાવો કર્યો છે કે છત્તીસગઢમાં પણ ભાજપની સરકાર બનશે.


ચૂંટણી પરિણામોના ટ્રેન્ડ્સ વચ્ચે કોંગ્રેસના પ્રભારી સુખજિંદર સિંહ રંધાવા મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળવા પહોંચ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…