મૂલ્યહિન આભાસી ગૌરવની કિંમત કેટલી?
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ
પર્વતની ટોચ ઉપરથી સેલ્ફી લેવાના ચકકરમાં બેલેન્સ ગુમાવીને ખાઇમાં પડી જાન ગુમાવવાના કસ્સાઓ કે ડેમના કિનારા પરથી પાણીનો પ્રવાહ પાછળ દેખાડવાની હોંશમાં સેલ્ફી લેવામાં સ્લીપ થઈને પડી જવામાં જાન ગુમાવવાના બનાવો પણ અનેકવાર જાણવા મળે છે. આમ મૂલ્યહિન આભાસી ગૌરવના ઘણા કિસ્સાઓ સમાજ્યાં બનતા જ
હોય છે.
સફળતાની ખુશી અને સફળતાનો નશો બન્નેમાં બહુ ફરક છે. મહેનત કરીને મળેલી સફળતામાં ખુશી થાય તે સ્વભાવિક છે, પણ જ્યારે આ સફળતા નશામાં કે અભિમાનમાં બદલાઈ જાય છે, ત્યારે જ માણસની પ્રગતિ અટકી જાય છે કે અધોગતી શરૂ થાય છે. જેમકે, ૨૦૦૪માં તે સમયની કેન્દ્ર સરકાર બહુ સારુ કામ કરતી હતી અને પ્રજા પણ ખુશ હતી તેમ છતા પણ શાઇનિંગ ઇન્ડીયાના ચકકરમાં લોકસભાની ચુંટણીઓ સમય કરતા વહેલી જાહેર કરીને સત્તા ગુમાવી હતી. સફળતાના નશામાં મેળવેલુ પણ અભિમાનમાં ગુમાવવાયું હોય એવી ઘટનાઓ અવારનવાર જોવા મળે છે, પણ દ્વિતિય વિશ્ર્વયુદ્ધમાં જે ઘટના બનેલી છે તે કંઇક અલગ જ છે. પુરી દુનિયાને દ્વિતિય યુદ્ધમાં ઘસડનાર એડોલ્ફ હિટલર હતો તે તો સૌ જાણે છે અને જેમ જેમ યુદ્ધમાં તેમને સફળતાઓ મળતી ગઇ તેમ તેમ તેનામાં ઘમંડ પણ વધતુ ગયુ હતુ અને આ ઘમંડ હિટલર પુરતુ મયોદીત ના રહેતા સૈનિકો સુધી પણ પહોંચી ગયેલુ હતુ અને આ ઘમંડના કારણે જ હિટલરે આઠમીમે ૧૯૪૫ના આત્મહત્યા કરીને બધુ ગુમાવી દીધુ. આ ભયંકર યુદ્ધના દિવસોમાં એક દિવસ સોવિયેત લેફટનન્ટ કુઝનેટત્સ્તોવનુ યુદ્ધ જહાજ એક જર્મન પાયલટે જર્મન ટેરીટરીમાં આંતરીને ક્ષતીગ્રસ્ત કરી નાખ્યુ. જેના કારણે સોવિયેત લેફટનન્ટ કુઝનેત્સ્તોવે ક્રેશલેન્ડ કરવુ પડયુ અને તેમાં તેનુ યુદ્ધ જહાજ કાટમાળમાં ફેરવાઈ ગયુ. જર્મન પાઇલોટ તેની સફળતાથી બહુ ખુશ થઈ ગયો અને સોવિયેત યુદ્ધ જ્હાજના કાટમાળમાંથી એક ટુકડો તેની સફળતાના સોવીને૨ તરીકે ઘરે લઇ જ્વા માટે તેનુ જહાજ ચાલુ ક્ધડીશનમાં છોડીને સોવિયેત જહાજના ભંગાર પાસે આવ્યો તેને ખાત્રી હતી કે આ ક્રેશ લેન્ડીંગમાં સોવિયેત લેફટનન્ટ કુઝનેત્સ્તોવ જરૂર મૃત્યુ પામેલ હશે, તેથી તે ધીમી ચાલે સોવિયેત યુદ્ધ જહાજના ભંગારમાંથી એક ટુકડો લેવા વિમાનની નજીક આવ્યો. પણ આશ્ર્ચર્ય તો તેને ત્યારે થયુ જ્યારે જહાજના ભંગારમાંથી બેઠો થઈને સોવિયેત લેફ્ટનન્ટ કુઝનેત્સ્તોવ તેની સામે ફાઇટ કરવાના બદલે જર્મન પાઇલોટે પાર્ક કરેલા યુદ્ધ જહાજ તરફ દોડ મુકી, કારણકે કુઝનેત્સ્તોવને જર્મન પાયલોટે ચાલુ ક્ધડીશનમાં મુકેલા જહાજના એન્જીનમાંથી અવાજ સંભળાતો હતો કે જહાજ ચાલુ છે, તેથી સોવિયેત લેફ્ટનન્ટ જર્મન યુદ્ધ જહાજ ઉડાડીને ભાગી ગયો!
આ રીતે જર્મન પાઇલોટ સલામત હોવા છતા યુદ્ધના મેદાનમાં રઝળતો થઇ ગયો. સોવિયેત લેફ્ટનન્ટે જ્યારે જર્મન વિમાન રશિયાની ટેરીટરીમાં દાખલ થયુ, ત્યારે રશિયન મિલિટરીએ તેને દુશ્મનનું વિમાન સમજીને એટેક કર્યો પણ સમહાઉ આ લેફટનન્ટ સફળ લેન્ડીંગ કરીને હારને જીતમાં ફેરવી સોવિયેત યુનિયન પહોંચી ગયો. દ્વિતિય યુદ્ધમાં રશીયાની સફળતાના આવા તો ઘણા કિસ્સાઓ છે કે જેના કારણે નાઝી સૈનિકો વર્લ્ડવોર ટુ સોવિયેત યુનિયન સામે હારી ગયા હતા.
એકલા હાથે સોવિયેત યુદ્ધ જ્હાજને આકાશમાં નુકસાન પહોંચાડીને દુશ્મનને જર્મનીમાં ઘુસવામાં નાકામ કરીને તેને ક્રેશ લેન્ડ કરવામાં મજ્બુર કરીને સફળતા મેળવાનર જર્મન પાયલટ તેની સફળતાના મદમાં સોવિયેત યુદ્ધ જહાજના ભંગારનો એક ટુકડો સાથે લઇને તેના સાથીઓ અને ઘરનાઓને ઇમ્પ્રેસ કરવાના નશામાં તેના ઓવરકોન્ફીડન્સમાં કે ક્રેશ લેન્ડ કરેલા વિમાનમાં પાયલોટ મરી જ ગયો હશે, તેમ માનીને તેનુ વિમાન ચાલુ ક્ધડીશનમાં છોડી જનાર જર્મન પાયલોટે દુશ્મનને જીવતો તો જ્વા દીધો, પણ સાથે પોતાનું પ્લેન પણ ગુમાવ્યુ અને પોતે યુદ્ધના રણમાં રઝળતો થઈ ગયો તે નફામાં. ભણતર, નોકરી ધંધા, વ્યવસાય, સ્પોટસ, રાજ્કારણ કે પછી સ્ટોક માર્કેટમાં મહેનત કરીને મેળવેલી સફળતામાં ગ્રાઉન્ડેડ રહેવું બહુ જરૂરી છે, કારણકે મહેનતથી કમાયેલી સફળતાને જર્મન પાયલટની જેમ અભિમાન કે એરોગન્સી પલભરમાં છીનવી છે. જે ફરી મેળવવવુ બહુ જ મુશ્કેલ હોય છે, કારણકે લાઇફ બીજો ચાન્સ ભાગ્યે જ આપે છે. આથી જ ‘ઘ ગ્રેટેસ્ટ વીકનેસ ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ ઇઝ હીઝ એરોગન્સ’ રીમેઈન ગ્રાઉન્ડેડ.