ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૩-૧૨-૨૦૨૩ થી તા. ૯-૧૨-૨૦૨૩

ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સપ્તાહમાં વૃશ્ર્ચિક રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ વૃશ્ર્ચિક રાશિમાં સમગતિએ માર્ગીભ્રમણ કરે છે. માર્ગી બુધ ધનુ રાશિમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં વક્રીભ્રમણ કરે છે. શુક્ર તુલા રાશિમાં મધ્યમ ગતિએ માર્ગીભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર સિંહ રાશિમાં તા. ૩જીએ, તા. ૬ઠ્ઠીએ ક્ધયા રાશિમાં, તા. ૮મીએ તુલા રાશિમાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં ટૂંકા સમયનો વેપાર લાભદાયી પુરવાર થશે. નવી નોકરીનો પ્રારંભ શક્ય છે. કાર્યક્ષેત્રે મદદનીશ સાથેના પ્રશ્ર્નનો ઉકેલ તા. ૪, ૭મીએ આવશે. ભાઈ-બહેનો સાથેના નાણાંવ્યવહાર સફળ બનશે. નાણાંની આવકની વૃદ્ધિ થશે. મહિલાઓને પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સહઅધ્યાયીઓ ઉપયોગી થશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીના સહકાર્યકરોમાં વિવાદ, મતભેદો દૂર થશે. નરમ સ્વાસ્થ્યની સારવાર સફળ રહેશે. નાણાં આવકની આ સપ્તાહમાં વૃદ્ધિ થશે. ગૃહિણીઓને સંતાનના શૈક્ષણિક જવાબદારીના કામકાજ સફળ રહેશે. વિદ્યાર્થીઓને સફળ તકો પ્રાપ્ત થતી જણાશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણના પ્રયત્નો સફળ રહેશે. પ્રવાસ દ્વારા નોકરીના અધૂરા કામકાજ પૂર્ણ થશે. નોકરીના અધિકારીનો સહયોગ મેળવશો. કાર્યક્ષેત્રે નાણાં આવકની વૃદ્ધિ થાય. મુસાફરીમાં મહિલાઓને સુખદ અનુભવો થાય. પરિવારના પ્રસંગો સુખરૂપ પુરવાર થશે. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસ નિયમિત જળવાઈ રહેશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં વૈવિધ્યતા લાવવાના પ્રયત્નોમાં ગોચરગ્રહની મદદ જણાય છે. તેજીનો વેપાર સફળ થશે. નોકરીમાં યશ મેળવશો. મિલકતના નિર્ણયો આ સપ્તાહમાં લઈ શકશો. કાર્યક્ષેત્રે સગવડતાનાં સાધનો પ્રાપ્ત કરશો. મહિલાઓના પરિવારના પ્રસંગોમાં સ્વજનોની મદદ પ્રાપ્ત થતી જણાશે. વિદ્યાર્થીઓના આ સપ્તાહના અભ્યાસના નિર્ણયો સક્ષમ, સફળ બની રહેશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારનું વેપારનું કામકાજ તથા લાંબા સમયનું રોકાણનું કામકાજ અનુકૂળ બની રહેશે. મિત્રો દ્વારા નોકરીના મૂંઝવતા પ્રશ્ર્નોનો ઉકેલ લાવી શકશો. ઉપરી અધિકારીનું માર્ગદર્શન મેળવશો. ભાગીદાર કાર્યક્ષેત્રે ઉપયોગી થશે. મુસાફરી દ્વારા નાણાં ઉઘરાણીના કામકાજ સફળ બની રહેશે. મહિલાઓને સહપરિવાર પ્રવાસ માટે સાનુકૂળ તકો પ્રાપ્ત થતી જણાશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અપેક્ષિત સહયોગ પ્રાપ્ત થશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં સ્વપ્રયત્ને નાણાં રોકાણના નિર્ણયનો અમલ થઈ શકશે. નોકરીની પ્રવૃત્તિઓ યશસ્વી પુરવાર થશે. તા. ૮, ૯મીએ પ્રવાસ તથા નાણાં સંબંધિત નિર્ણયો સફળ બની રહેશે. નવા નાણાં આવકના સાધનો મેળવશો. ગૃહિણીઓને પડોશ સંબંધો વધુ સફળ વેગવંતા પુરવાર થતાં જણાશે. વિદ્યાર્થીઓને નિત્ય પ્રવૃત્તિઓમાં એકાગ્રતા જાળવવામાં અનુકૂળતા જણાશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવીન કાર્યપદ્ધતિ અપનાવી શકશો તથા દૈનિક સાપ્તાહિક વેપાર પણ લાભદાયી પુરવાર થશે. નોકરીમાં તા. ૪, ૫, ૮ શુભ જણાય છે. નોકરીમાં નવીન જવાબદારી મેળવી શકશો. નાણાં આવકની વૃદ્ધિ થશે. વેપાર વધશે. ભાગીદાર ઉપયોગી થશે. મહિલાઓને પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓના દૈનિક અભ્યાસ નિયમિત જળવાઈ રહેશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં ગેરદોરવણી શક્ય જણાય છે તથા વેપારની નાણાં આવકની વૃદ્ધિ થશે. નોકરી ક્ષેત્રે માનવૃદ્ધિ થશે. યશ મેળવશો. વેપારની નાણાં આવક જળવાશે. કારોબારના કાયદાના પ્રશ્ર્નો ઉકેલાશે. મહિલાઓનો સપરિવાર તીર્થ પ્રવાસ સફળ થશે. સ્વાસ્થ્યની અનુકૂળતા અનુભવશો. મિત્રો દ્વારા વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસની મૂંઝવણોનો ઉકેલ આવશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપારથી લાભ મેળવશો તથા આત્મવિશ્ર્વાસ દઢ બનશે. નોકરીના સહકાર્યકરો સાથેના મતભેદનો ઉકેલ આવશે. પ્રવાસ દ્વારા કારોબારના વિકાસના પ્રયત્નો સફળ બની રહેશે. નાણાં આવકની વૃદ્ધિ થશે. મુસાફરી દ્વારા મહિલાઓના પરિવારની જવાબદારીના કામકાજ સફળ બની રહેશે. વિદ્યાર્થીઓ નવા અભ્યાસ માટે અનુકૂળ તકો પ્રાપ્ત કરશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર તથા નવું નાણાં રોકાણ શક્ય જણાય છે. નોકરીના જૂનાં અધૂરા કામકાજ પૂર્ણ કરવા માટે સફળ તકો મેળવશો તથા ઉપરી અધિઘકારીનો સહયોગ પણ મેળવી શકશો. પરિવારના સભ્યોની પ્રગતિ જળવાશે. સંતાન પરિવારના કામકાજમાં સામેલ થશે. ગૃહિણીઓને હુન્નરલક્ષી પ્રવૃત્તિઓ પ્રાપ્ત થતી જણાશે. વિદ્યાર્થીઓના દૈનિક અભ્યાસ વાંચન નિયમિત જળવાઈ રહેશે. તા. ૫, ૮, ૯ સફળતા સૂચક છે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું નાણાં રોકાણ શક્ય જણાય છે. નોકરી માટે તા. ૩, ૪, ૫, ૮ સફળ જણાય છે. ભાઈ-બહેનો સાથેના જૂના મતભેદનો ઉકેલ આ સપ્તાહમાં આવે તેમ છે. આ સપ્તાહમાં નવા કારોબારના પ્રારંભ શક્ય જણાય છે તથા નાણાં આવક પણ જળવાઈ રહેશે. મહિલાઓના આ સપ્તાહના પ્રવાસના નિર્ણયો સફળ બની રહેશે. સહપરિવાર પ્રવાસ શક્ય જણાય છે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં મિત્રોનો સહયોગ પ્રાપ્ત થતો જણાશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં આત્મવિશ્ર્વાસનો અભાવ લાવનારું ગોચરફળ હોય વેપારમાં સાવધાની દાખવવી જરૂરી છે. નોકરીના મિત્રોમાં યશ મેળવશો. મુસાફરીમાં યશ મેળવશો તથા તા. ૪, ૫, ૮મીએ નવા કામકાજનો પ્રારંભ શક્ય જણાય છે. નાણાં આવક જળવાઈ રહેશે. મહિલાઓને નવી નોકરીનો પ્રારંભ કરવાની તક પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓની અધ્યયયની મૂંઝવણોનો ઉકેલ આવશે તથા અભ્યાસમાં એકાગ્રતાથી વાંચન પૂર્ણ કરી શકશો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ