સ્પેશિયલ ફિચર્સ

UPI પેમેન્ટના પૈસા મળતા લાગશે 4 કલાકનો સમય? જાણો શું છે સરકારના નવા નિયમો

મુંબઈ: દેશમાં ઓનલાઇન પેમેન્ટ કરવા માટે યુપીઆઇ (UPI) સૌથી લોકપ્રિય માધ્યમ બન્યું છે. પણ ઓનલાઇન પેમેન્ટ વધવાની સાથે સાથે સાઇબર ક્રાઇમ (Cyber Crime)માં પણ વધારો થયો છે.

ભારત સરકાર દ્વારા આ સાઇબર ક્રાઇમને રોકવા માટે દરેક પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હવે દેશમાં સાઇબર ક્રાઇમને રોકવા માટે સરકાર દ્વારા નવા નિયમો બનાવવા માટે અનેક દરખાસ્તો મંગાવવામાં આવી હતી. જો આ નવા નિયમો ઓનલાઇન પેમેન્ટમાં લાગુ કરવામાં આવે તો ઓનલાઇન ફ્રોડને અટકાવી શકાય એવી સરકારે આશા વ્યક્ત કરી છે.
સરકારને સાઇબર ક્રાઇમને રોકવાના માટે મળેલી દરખાસ્તોમાં યુપીઆઇ વડે પેમેન્ટસ કરવાને લઈને થોડી મર્યાદા લાદવાનું જણાવવામાં આવ્યું છે. સાથે જ જો 2000 રૂપિયા કરતાં વધારેની રકમ પહેલી વખત ટ્રાન્સફર કરી રહ્યા છો તો તેમાં ચાર કલાકની રાહ જોવી પડશે. જો આ નવો નિયમ લાગુ કરવામાં આવે તો 2000 અથવા તેનાથી વધારે પૈસાનો વ્યવહાર યુપીઆઇ વડે કરવા માટે ચાર કલાકનો સમય લાગવાથી લોકો મુશ્કેલીમાં મુકાઇ શકે છે.

હાલમાં પહેલી વાર 5000 રૂપિયા અથવા તેનાથી વધુની રકમ ટ્રાન્સફર નથી કરી શકતા અને જો 5000 રૂપિયાનું પેમેન્ટ કર્યા બાદ આવતા 24 કલાક સુધીમાં જ 5000થી વધુનું પેમેન્ટ કરી શકાય છે. વર્ષ 2022-23માં 13 હજારથી વધુ પેમેન્ટ ફ્રોડના મામલા સામા આવ્યા છે. આ ફ્રોડની કુલ રકમ 30,252 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. સાથે જ આ ફ્રોડમાં 49 ટકા કેસો ઓનલાઇન પેમેન્ટના હોય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button