આમચી મુંબઈ
અલીબાગના માંડવા નજીક યૉટ પર લાગેલી આગમાં ૨ લોકો જખમી
મુંબઈ: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના માંડવા દરિયા કિનારા નજીક લક્ઝરી યૉટ પર શનિવારે બપોરે આગ લગતા બે વ્યક્તિ જખમી થયા હતા. બપોરે ત્રણ વાગ્યે બનેલી આ ઘટનામાં મુંબઈથી આવેલા મુસાફરોને માંડવા ખાતે ઉતાર્યા બાદ આ યૉટને પાર્કિંગ એરિયામાં લઇ જતાં આગ લાગી હોવાનું એક અધિકારીએ જણાવ્યુ હતું.
મરીન સોલુશન કંપનીની આ યૉટ પર આગ લાગવા પાછળનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. આગની ઘટનામાં ઘાયલ થયેલા બંને વ્યક્તિને સારવાર માટે અલીબાગની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંને વ્યક્તિ રાયગઢના હોવાનું સામે આવ્યું છે.
બેલ્વેડેરે નામની આ યૉટ પર લાગેલી આ આગને લીધે તેની બાજુમાં ઊભેલી એક બોટને પણ નુકસાન થયું હતું. આગને અગ્નિશામક દળે કાબુમાં લાવી હતી અને આ મામલે આગળ તપાસ કરવામાં આવી રહ્યો હોવાનું એક પોલીસ અધિકારીએ જણાવ્યુ હતું.