સ્પોર્ટસ

આવતીકાલે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડશે ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી? આટલા જ રનની છે જરૂર…

વર્લ્ડકપ બાદ ક્રિકેટલવર્સ પરથી હજી પણ ક્રિકેટનો ફીવર હજી ઉતરવાનું નામ નથી લઈ રહ્યો અને તેનું કારણ છે ઓસ્ટ્રેલિયા-ઈન્ડિયા વચ્ચે પાંચ મેચની રમાઈ રહેલી T-20 મેચની સિરીઝ. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ 3-1થી લીડ હાંસિલ કરી લીધી છે. આ બે ટૂર્નામેન્ટ દ્વારા ટીમ ઈન્ડિયાને એક પછી એક નવા નવા ટેલેન્ટેડ ચહેરા મળ્યા છે. આ નવા અને યુવાન ક્રિકેટર્સની ગેમ એટલી બધી સારી છે કે તેઓ એક પછી એક ઝડપથી રેકોર્ડ બનાવી રહ્યા છે કે તેમની સાથે રમી રહેલાં દિગ્ગજ ખેલાડીઓને રેકોર્ડ તૂટી રહ્યા છે.

આવા જ એક રેકોર્ડ વિશે અમે અહીં વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં ટીમ ઈન્ડિયાનો સ્ટાર પ્લેયર ઋતુરાજ ગાયકવાડ વિરાટ કોહલી T-20નો મોટો રેકોર્ડ તોડી શકે છે. આવો જોઈએ શું છે આ રેકોર્ડ અને ગાયકવાડને આ રેકોર્ડ તોડવા માટે કેટલા રનની જરૂર છે એ…

આવતીલે T-20 સિરીઝની છેલ્લી મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે અને આ મેચમાં જ વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તૂટી શકે છે એવી શક્યતા એક્સપર્ટ્સ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે વિરાટ કોહલીએ 2021માં ઈંગ્લેન્ડ સામે રમાયેલી 5 મેચની T-20 સિરીઝમાં 231 રન બનાવ્યા હતા અને આમ એક T-20 દ્વિપક્ષીય સિરીઝમાં ભારત માટે સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે નોંધાયેલો છે અને ઋતુરાજ ગાયકવાડ પાસે કોહલીનો આ રેકોર્ડ તોડવાનો ગોલ્ડન ચાન્સ છે.

ઋતુરાજ ગાયકવાડે 2023માં ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધી રમાયેલી 4 મેચમાં 213 રન બનાવી લીધા છે અને હવે તે વધુ 19 રન બનાવીને વિરાટ કોહલીને પાછળ મૂકી શકે એમ છે. આમ કોહલીનો આ રેકોર્ડ તોડીને ગાયકવાડ પાસે ભારત માટે દ્વિપક્ષીય સિરીઝમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બનવાની તક છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી મેચમાં ઋતુરાજ ગાયકવાડે 57 બોલમાં 123 રન માર્યા હતા અને એની સાથે જ T-20માં ભારત માટે મોટી ઈનિંગ રમનાર ખેલાડી બની ચૂક્યો હતો, પહેલાં આ પહેલા આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે નોંધાયો હતો. ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધી રમાયેલી ચાર T-20 સિરીઝમાં ગાયકવાડે એક સેન્ચુરી અને એક હાફ સેન્ચ્યુરી ફટકારીને 213 રન બનાવી લીધા છે. જોઈએ હવે આવતીકાલે ઋતુરાજની બેટનો જાદુ કેટલો અને કેવો ચાલે છે? શું તે વિરાટ કોહલીને પાછળ મૂકીને આ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે કે નહીં?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button