જ્યારે વર્ષમાં 12 નહીં આટલા મહિના જ હતા… ક્યારે અને કયા બે મહિના ઉમેરાયા, જાણો છો?
2023નું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે અને આપણે બધાને એ વાતની તો ખબર છે જ કે જાન્યુઆરીથી નવું વર્ષ શરૂ થાય છે અને ડિસેમ્બર પર વર્ષ પૂરું થાય છે અને વર્ષમાં 12 મહિના હોય છે. પણ જો તમને કોઈ કહે કે હંમેશાથી આવું નહોતું અને વર્ષમાં 12 મહિના નહોતા તો એ વાત માનવામાં આવે ખરી? જી હા, ના માનવામાં આવે એ વાત હકીકત છે. પહેલાં વર્ષમાં 12 નહીં પણ 10 જ મહિના હતા અને વખતે પણ જાન્યુઆરી મહિનાથી વર્ષ શરૂ થતું હતું અને ડિસેમ્બર મહિના પર જ પૂરું થતું હતું. ફરક માત્ર એટલો જ હતો કે એ વખતે મહિનો 12 નહીં પણ 10 મહિના હતા.
આ અંગે જ્યારે થોડા ખાખાખોળા કર્યું તો એવું જાણવા મળ્યું હતું કે સદીઓ પહેલાં વર્ષની શરુઆત જાન્યુઆરીથી નહી, પરંતુ માર્ચ મહિનાથી થતી હતી, જેનો અર્થ એવો થાય છે કે એ સમયે વર્ષની શરુઆત માર્ચ મહિનાથી થતી હતી. ત્યાર બાદ દરેક મહિના અત્યારના ક્રમ પ્રમાણે જ આવતા હતા અને એમાં ડિસેમ્બર મહિનો અંતિમ મહિનો હતો.
હવે તમને એ વાત જાણવાની તાલાવેલી થઈ રહી હશે કે આખરે એવા તે કયા બે મહિના છે કે જે પાછળથી એક વર્ષમાં જોડાયા છે અને તેઓ કયા નંબરે આવે છે, બરાબર ને? ભાઈ તમારા આ સવાલનો જવાબ જ તમને આગળના પેરેગ્રાફમાં મળવા જઈ રહ્યો છે.
નિષ્ણાતો દ્વારા આ અંગે આપવામાં આવેલી માહિતી અનુસાર 15મી ઓક્ટોબર, 1582થી નવા કેલેન્ડરની શરૂઆત કરવામાં આવી હતી અને રોમના રાજાએ નૂમા પોંપિલસે રોમન કેલેન્ડમાં કેટલાક આવશ્યક અને મહત્ત્વના ફેરફારો કર્યા હતા.
રાજા દ્વારા કરવામાં આવેલા આ ફેરફારો બાદ જ કેલેન્ડરમાં જાન્યુઆરી મહિનાનો સમાવેશ કરવામાં આવ્યો અને તેને પહેલાં નંબરે રાખવામાં આવ્યો હતો. બાદમાં 365 દિવસનું એક વર્ષ પૂરું કરવા માટે કરવામાં આવેલા એડજસ્ટમેન્ટના પરિણામસ્વરૂપ ફેબ્રુઆરી મહિનો ઉમેરવામાં આવ્યો હતો. આ જ કારણે ફ્રેબ્રુઆરી મહિનામાં 28 દિવસ જ હોય છે અને તે બીજા નંબરે આવે આવે છે. જૂના સમયમાં વર્ષમાં 365 નહીં પણ 310 દિવસ જ હતા.