નેશનલ

ગોરખપુરના વીજળી વિભાગે કરી એવી ભૂલ જેને સાંભળીને વિચારમાં પડી જશો

ગોરખપુર: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાંથી વીજળી વિભાગે કરેલી એક એવી ભૂલ સામે આવી છે જેને જોઈને તમે પણ વિચારમાં પડી જશો. તો થયું એમ કે એક ગોરખપુરમાં એક વ્યક્તિ 5000 રૂપિયાનું લાઇટ બિલ ભરવા ગયો હતો પણ ત્યાના કર્મચારીએ બિલની રખમ રસીદમાં લખતી વખતે ભૂલથી એક અબજ રૂપિયા કરતાં વધારેની રકમ લખી દીધી હતી. અધિકારીની આ ભૂલ સામે આવતા તેને સુધારવામાં આવી હતી.

ગોરખપુરના ગ્રામીણ ભાગમાં રહેતો યુવાન પોતાના ઘરનું 4950 રૂપિયાનું વીજળીનું બિલ ભરવા ગયો હતો. તેણે બિલની આ રકમ જમા કરવી ત્યાના સ્ટાફે આપેલી રસીદ લઈને ઘરે આવ્યો હતો. બિલ ભરવા માટે આવેલા વ્યક્તિને આપવામાં આવેલી રસીદમાં રકમની જગ્યાએ 10 નંબરની કલેક્શન આઇડી લકવામાં આવી છે.

દિવસના અંતે જ્યારે વીજળી વિભાગ દ્વારા હિસાબ કરવામાં આવ્યો ત્યારે આ ભૂલ થઈ હોવાનું સામે આવ્યું હતું. એક અબજ 97 કરોડ રૂપિયાનું બિલ ભરવામાં આવતા વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ આ મામલે માહિતી માંગી હતી.
આ મામલે વધુ તપાસ કરતાં કાઉન્ટર પર બેસેલા કર્મચારીની બેદરકારી અને સિસ્ટમમાં બગાડ થવાને લીધે એક અબજ 97 કરોડ રૂપિયાનું બિલ જમા થયું હતું. વરિષ્ઠ અધિકારીને આ બાબતે જાણ થતાં લખનઉના ડેટા સેન્ટરને સૂચના આપી પેમેન્ટને કેન્સલ કરવામાં આવ્યું અને ભૂલથી લખાયેલી રકમને સુધારવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button